Western Times News

Gujarati News

148મી રથયાત્રાનું બંદોબસ્ત શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે કરવા બદલ પોલીસ અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો

શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ. મલિક તથા તમામ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા

148મી રથયાત્રાનું બંદોબસ્ત શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે કરવા બદલ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ. મલિક તથા તમામ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓનો શ્રી જગન્નાથ મંદિર  ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો.

ભગવાન શ્રી જગન્નાથજીની ઐતિહાસિક અને પારંપરિક રથયાત્રા અમદાવાદ શહેરની આગવી ઓળખ છે; આ ઉત્સવની સૌહાર્દપૂર્ણ ઉજવણી થાય તે અમદાવાદ શહેર પોલીસની પ્રતિબદ્ધતા અને વિશેષ જવાબદારી છે. આ રથયાત્રામાં વિશેષ જવાબદારી નિભાવવા બદલ ઉચ્ચ અધિકારીઓશ્રી, અમદાવાદ પોલીસ કમિશ્નર શ્રી જી.એસ. મલિક, ટ્રાફિક જેસીપી શ્રી એન. એન. ચૌધરી, જોઈન્ટ પોલીસ કમિશ્નર, સેક્ટર 1, શ્રી નીરજકુમાર બડગુજર, અમદાવાદ શહેરના તમામ ડીસીપીશ્રીઓ, એસીપીશ્રીઓ અને પીઆઇશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રીમતી પતિભાબહેન જૈન અને ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.