પશ્ચિમ રેલ્વેના 347 નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો આપવામાં આવ્યા

રોજગાર મેળા અંતર્ગત, સરકારી વિભાગો અને સંસ્થાઓમાં 51 હજારથી વધુ નવા નિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો સોંપવામાં આવ્યા
પશ્ચિમ રેલવે પર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને રતલામમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું
Ahmedabad, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 12 જુલાઈ, 2025 ના રોજ આયોજિત રોજગાર મેળામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવનિયુક્ત કર્મચારીઓને સંબોધિત કર્યા હતા. 51,000 થી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. નિયુક્ત કર્મચારી દેશના વિવિધ ભાગોમાં વિવિધ મંત્રાલયો/વિભાગો દ્વારા આયોજિત 47 સ્થાનો પર હાજર હતા. આ સમારોહમાં દરેક સ્થાનના મુખ્ય અતિથિ /કેન્દ્રીય મંત્રી હાજર રહ્યા હતા.
આ સંદર્ભમાં, પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને રતલામ ખાતે રોજગાર મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવેના કુલ 347 નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા, જેમાં અમદાવાદના 124 કર્મચારીઓનો સમાવેશ થાય છે.
ભારતીય રેલવેમાં નિમણૂક પામેલા કર્મચારીઓ ઉપરાંત, ભારતીય પોસ્ટ, મહેસૂલ વિભાગ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા વગેરે જેવા અન્ય સરકારી વિભાગો/સંસ્થાઓ/પીએસયુમાં નિમણૂક પામેલા કર્મચારીઓને પણ નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ નિયુક્ત કર્મચારીઓને સંબંધિત સ્થળોએ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.
અમદાવાદમાં આયોજિત રોજગાર મેળામાં માનનીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી, ભારત સરકાર, ડૉ. મનસુખ માંડવિયા, માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય સાંસદ શ્રી હંસમુખભાઈ પટેલ, માનનીય મેયર અમદાવાદ શ્રીમતી પ્રતિભા જૈન, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ, માનનીય ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલા, માનનીય ધારાસભ્ય શ્રી હસમુખભાઈ પટેલ અને માનનીય ધારાસભ્ય શ્રી અમિત ઠાકર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 124 નવનિયુક્ત કર્મચારીઓ હાજર રહ્યા હતા, જેમાંથી 66 કર્મચારીઓ રેલવેના છે.