વોલ્ટાસ દ્વારા ફ્લો સિરીઝ ફેન્સ લોન્ચ કરાયાઃ મોહિત કરવા માટે ડિઝાઈન કરાયા છે, ઊર્જા બચાવવા માટે ઘડવામાં આવ્યા છે

મુંબઈ, ટાટા ગૃહની ભારતની નં. 1 એસી કંપની વોલ્ટાસ લિમિટેડ દ્વારા ઊર્જા કાર્યક્ષમ બીએલડીસી સીલિંગ ફેન્સની અત્યાધુનિક રેન્જ ફ્લો સિરીઝ રજૂ કરવામાં આવી છે. ઉત્કૃષ્ટ એરફ્લો અને આધુનિક એસ્થેટિક્સ માટે ઘડવામાં આવેલી ફ્લો સિરીઝ આધુનિક ભારતીય ઘરોમાં કમ્ફર્ટ અને કૂલિંગ પૂરા પાડવા માટે સ્માર્ટ અને ઈનોવેટિવ પ્રોડક્ટો પ્રદાન કરવાની વોલ્ટાસની કટિબદ્ધતામાં નવો અધ્યાય છે. Voltas launches Flo Series Fans
સ્લીક એસ્થેટિક્સ સાથે શક્તિશાળી પરફોર્મન્સને જોડતાં બીઈઈ 5-સ્ટાર રેટેડ રેન્જ ઈકોબોલ્ટ બીએલડીસી મોટર દ્વારા પાવર્ડ 350 આરપીએમની ટોપ સ્પીડ પ્રદાન કરે છે, જે 35 વેટ્સ પાવરનો ઉપભોગ કરે છે. રેન્જમાં એબીએસ બોડી એરોડાયનેમિક્સ અને શાંત કામગીરી માટે સુંદર ડિઝાઈન, આસાન જાળવણી અને ઉત્કૃષ્ટ કૂલિંગ કાર્યક્ષમતા માટે ઈનોવેટિવ એન્ટી- ડસ્ટ કોટિંગનો સમાવેશ થાય છે.
આધુનિક ઘરો દ્વારા પ્રેરિત ફ્લો સિરીઝ એરોડાયનેમિકલી ઘડવામાં આવેલી બ્લેડ્સ અને નોઈસ- રિડકશન ફીચર્સ સાથે સુસજ્જ સીલિંગ ફેન્સની રેન્જ ઓફર કરે છે, જે ઘરગથ્થુ ઉપયોગ માટે તેમને આદર્શ બનાવે છે.
વોલ્ટાસ ફ્લો સિરીઝ ફેન્સ ખાસ ડિઝાઈન કરાયેલા ઈલેક્ટ્રોનિક કંટ્રોલર્સ સાથે સુસજ્જ છે, જે 8કેવીએના ઉચ્ચ વીજ ઉછાળાને સક્ષમ નીવડી શકે છે, જે તેને ઝંઝટમુક્ત બનાવે છે, જે વિશ્વસનીય પ્રોડક્ટ વોલ્ટાસની ગુણવત્તા અને ઈનોવેશન પ્રત્યે સમર્પિતતાનો દાખલો છે. રિમોટથી કંટ્રોલ્ડ તે નિર્દિષ્ટ 4 પ્રીસેટ મોડ્સ પછી આપોઆપ પાવર ઓફફ માટે સુવિધાજનક ટાઈમર સેટિંગ્સ ઓફર કરે છે, જે તેને ઊર્જા બચાવવા માટે ઉત્તમ બનાવે છે.
નવી રેન્જના લોન્ચ વિશે બોલતાં વોલ્ટાસના મેનેજિંગ ડાયરેક્ટર (ડેઝિગ્નેટ) શ્રી મુકુંદન મેનને જણાવ્યું હતું કે, “વોલ્ટાસ કૂલિંગ અને કમ્ફર્ટમાં સર્વોચ્ચ બ્રાન્ડ ઈક્વિટી ધરાવે છે અને એર કંડિશનર્સ અવકાશમાં માર્કેટ લીડર છે. અમારી કૂલિંગ નિપુણતાનો લાભ લેતાં અમને સંબંધિત પ્રોડક્ટ શ્રેણીઓમાં અમારી શક્તિ વિસ્તારવાની ખુશી છે અને આ નવા માઈલસ્ટોન સાથે અમે વૃદ્ધિના આગામી તબક્કામાં છીએ. ફ્લો સિરીઝના લોન્ચ સાથે ફેન શ્રેણી વૃદ્ધિ અને ઈનોવેશનની દ્રષ્ટિએ અમારા વેપાર માટે તર્કસંગત પગલું છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ઊર્જા બચત માટે વધતા ગ્રાહક ઈનસાઈટ્સ સાથે બીએલડીસી ટેકનોલોજી સમયની જરૂર છે. વોલ્ટાસમાં અમે આ ઈનસાઈટ પર કામ કરવા કટિબદ્ધ છીએ અને અમારા ગ્રાહકોની વધતી જરૂરતો સાથે સુમેળ સાધતી હાઈ- પરફોર્મિંગ, ઉત્તમ પ્રોડક્ટો લાવ્યા છીએ.
આ પ્રોડક્ટ રેખા ટેકનોલોજીની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ, દેખાવમાં સુંદર અને પર્યાવરણીય રીતે જવાબદાર સમાધાન સાથે અમારા પોર્ટફોલિયોનું વિસ્તરણ કરવાની અમારી વ્યૂહાત્મક એકાગ્રતા પ્રદર્શિત કરતી હોવાથી અમને વિશ્વાસ છે કે બીએલડીસી ફેન્સની અમારી નવી ફ્લો સિરીઝ અમારી મોજૂદ પ્રોડક્ટોની જેમ જ અમારા ગ્રાહકો સાથે મજબૂત રીતે સુમેળ સાધશે.”
ફ્લો સિરીઝના ફેન્સ જુલાઈ 2025થી ચુનંદા વોલ્ટાસ બ્રાન્ડના સ્ટોર્સમાં ઉપલબ્ધ છે અને જૂજ સપ્તાહમાં ભારતભરનાં અગ્રણી રિટેઈલ આઉટલેટ્સમાં ઉપલબ્ધ થશે.