સ્પાઈસ, સ્પીડ એન્ડ સ્કેલઃ ચાઈનીઝ વોકે ભારતની ટોચની દેશી ચાઈનીઝ QSR તરીકે 10 વર્ષ પૂર્ણ કર્યા

· ભારતના ઉભરતાં ભોજન માટે દાયકાથી અગ્રણી બ્રાન્ડ તરીકે દેશી ચાઈનીઝ એક નવા બોલ્ડ અવતાર સાથે રજૂ
· 240થી વધુ સ્ટોર્સ સાથે ભારતની અગ્રણી દેશી ચાઈનીઝ નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં 500 આઉટલેટ્સ સુધી પહોંચવાનો લક્ષ્યાંક
· ઝડપથી ઉભરતી, સાંસ્કૃતિક રીતે જોડાયેલી, સ્વદેશી QSR બ્રાન્ડ ભારતના ચાઈનીઝ ફૂડ કેટેગરીમાં પોતાના નેતૃત્વને વેગ આપે છે
મુંબઈઃ ભારતની અગ્રણી સ્વદેશી દેશી ચાઈનીઝના પ્રણેતા ચાઈનીઝ વોક 2015માં એક જ આઉટલેટથી કરેલી શરૂઆત આજે 35થી વધુ શહેરોમાં 240થી વધુ સ્ટોર્સ સુધી પહોંચવાની 10 વર્ષની સફળતાની ઉજવણી કરી રહ્યું છે. ગ્લોબલ QSR કંપનીઓ બજારમાં જ્યારે વર્ચસ્વ જમાવીને બેઠી હતી, ત્યારે ચાઈનીઝ વોકે ગર્વથી સ્થાનિક, કેટેગરીને વ્યાખ્યાયિત કરતી બ્રાન્ડ બનાવી દેશી ચાઇનીઝના સ્થાનને આકાર આપ્યો હતો. જે છેલ્લા એક દાયકામાં ભારતના વિકસતા QSR લેન્ડસ્કેપમાં એક શક્તિશાળી બળ તરીકે ઉભરી આવી છે. Spice, Speed & Scale: Chinese Wok
છેલ્લા એક દાયકામાં બ્રાન્ડે તેની ઊંડી ગ્રાહક સમજણને આધારે મેન્યૂમાં ઈનોવેશનથી માંડી સ્ટોર ફોર્મેટ્સ, અને પ્રાદેશિક વિસ્તરણ જેવા ઉચ્ચ અસરકારક નિર્ણયો લીધા છે. તાજેતરમાં કોલકાતામાં વિવિધ સ્ટોર્સ સાથે પૂર્વ ભારતમાં મજબૂત પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ચાઇનીઝ વોકે મેટ્રોમાં પોતાની હાજરીને વધુ મજબૂત બનાવતાં ટિઅર-2 અને ટિઅર-3 બજારોમાં વિસ્તરણ ચાલુ રાખ્યું છે. 2024-25માં બ્રાન્ડે 60 સ્ટોર્સ શરૂ કર્યા હતાં. જે FY27 સુધીમાં 500 આઉટલેટ્સ સુધી પહોંચવાની યોજના ધરાવે છે.
ચાઇનીઝ વોકની વૃદ્ધિની વાર્તા ભારતના ફૂડસ્કેપમાં મોટા પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે, સંસ્કૃતિ સાથે જોડાઈને વૈશ્વિક સ્તરે કાર્યક્ષમ ફોર્મેટ માટે માગ વધી રહી છે. દેશી ચાઈનીઝ કેટેગરીમાં અગ્રણી બ્રાન્ડ ભારતીય QSR ઈનોવેશનના નવા ચહેરાનું પ્રતિનિધિત્વ કરે છે.
લેનેક્સિસ ફુડવર્ક્સના ફાઉન્ડર અને ડિરેક્ટર આયુષ મધુસુદન અગ્રવાલે જણાવ્યું હતું કે, “આ સફળતા માત્ર સંખ્યા નથી, તે સાંસ્કૃતિક સૂઝ અને ગુણવત્તાના જુસ્સા સાથે બનાવેલી ઘરેલુ બ્રાન્ડ હોવાનો પુરાવો પૂરો પાડે છે. ભારતના સ્પર્ધાત્મક QSR લેન્ડસ્કેપમાં તે માર્ગદર્શક બની શકે છે અને વૈશ્વિક સ્તરે ભારતીય QSR બ્રાન્ડ્સ માટે બેન્ચમાર્ક સ્થાપિત કરી શકે છે. દેશી ચાઇનીઝને આગામી દાયકામાં સમગ્ર ભારત અને વિશ્વ માટે પુનઃવ્યાખ્યાયિત કરવામાં આવશે.”
આ ઉજવણીની નોંધ લેતાં કંપનીએ એક ખાસ 10-વર્ષીય વર્ષગાંઠ પ્રતિક લોન્ચ કર્યું છે, જે તેના ગ્રોથ, અનેરો જુસ્સો અને ભારતના વિકસતી કન્ઝ્યુમર ડિમાન્ડ માટે દેશી ચાઇનીઝને ફરીથી વ્યાખ્યાયિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નવી વિઝ્યુઅલ ઓળખ વર્ષગાંઠની ઝુંબેશના ભાગરૂપે તમામ સ્ટોર્સ, પેકેજિંગ અને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવા મળશે.
તેની 10 વર્ષની સફળતાની નોંધ લેતાં ચાઇનીઝ વોકે 10 હાઈ એનર્જી સીરીઝ લોન્ચ કરી છે. જેમાં મર્યાદિત એડિશન ઓફર્સ અને એક્સક્લુઝિવ ફૂડ ફિલ્મ્સથી માંડી સોશિયલ મીડિયા સ્પર્ધા પણ સામેલ છે. ‘સેલિબ્રેટિંગ 10 વોકટેસ્ટિક યર્સ’ થીમ સાથે લાઈવ ઈન-સ્ટોર ઉજવણીઓ પણ કરવામાં આવી છે.
COCO-ની આગેવાની હેઠળના મોડેલમાં સતત સુસંગતતા અને વફાદાર, સતત વિસ્તરતા ગ્રાહક આધાર સાથે ચાઇનીઝ વોક તેના બીજા દાયકામાં પ્રવેશ કરી રહ્યું છે. બીજા દાયકામાં દેશી ચાઇનીઝ કેટેગરીનું નેતૃત્વ કરવાના બોલ્ડ વિઝન ઉપરાંત ફોર્મેટ ઇનોવેશન, કેટેગરી લીડરશીપ અને ઊંડા ગ્રાહક જોડાણ દ્વારા ભારત અને તેની બહાર સ્વદેશી QSRની પહોંચ પર ફોકસ કરશે. તેમજ તેને પુનઃવ્યાખ્યાયિત પણ કરશે.