ટ્રમ્પ સરકારે તમામ નોન-ઈમિગ્રન્ટ વિઝા માટે 21 હજાર રૂપિયાની વધારાની ફી લાગુ કરી

અમેરિકાના વિઝા મળી ગયા પછી પણ સ્ક્રીનિંગ ચાલુ રહેશે: ગમે ત્યારે ડિપોર્ટ કરાશે
ઈમિગ્રેશન પ્રક્રિયા હવે માત્ર ફોર્માલિટી નથી, પરંતુ એક સતત ચાલતી તપાસની પ્રક્રિયા છે ઃ અમેરિકન દૂતાવાસ
વોશિંગ્ટન, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના કડક ઈમિગ્રેશન નિયમોને કારણે હવે વિઝા પ્રક્રિયા પહેલાં કરતાં વધુ કડક બની છે. તાજેતરમાં અમેરિકન દૂતાવાસે અમેરિકાના વિઝા ધરાવતા ભારતીયોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, અમેરિકન ઈમિગ્રેશન કાયદાનું પાલન ન કરનારાના મંજૂર થયેલા વિઝા પણ રદ થઈ શકે છે અને તેમણે દેશનિકાલની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર મૂકેલી પોસ્ટમાં અમેરિકન દૂતાવાસે નવી માર્ગદર્શિકા વિશે જણાવ્યું છે કે, ઈમિગ્રેશન પ્રક્રિયા હવે માત્ર ફોર્માલિટી નથી, પરંતુ એક સતત ચાલતી તપાસની પ્રક્રિયા છે. વિઝા મળી ગયા હશે એવા ભારતીયોનું ‘વિઝા સ્ક્રીનિંગ’ સતત ચાલુ જ રહેશે.
જો કોઈ વ્યક્તિ અમેરિકાના કાયદા અથવા ઈમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કરતી જણાશે તો તેનો વિઝા રદ થઈ શકે છે અને તેને દેશનિકાલ કરાઈ શકે છે. વિઝા સ્ક્રીનિંગ એટલે વિઝાધારક વિઝા સંબંધિત નિયમો અને અમેરિકાના કાયદાનું કેવું પાલન કરે છે એની અમેરિકન સત્તાવાળાઓ દ્વારા થતી તપાસ.
અમેરિકન દૂતાવાસે હ્લ, સ્, અને ત્ન કેટેગરીના સ્ટુડન્ટ વિઝા અને એક્સચેન્જ વિઝા માટે અરજી કરનારા ભારતીયોને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ‘પબ્લિક’ કરવાનું એટલે કે કોઈપણ વ્યક્તિ જોઈ શકે એ રીતે ઓપન રાખવાનું (જાહેર કરવાનું) કહ્યું છે, જેથી ઈમિગ્રેશન અધિકારીઓ તેમના એ એકાઉન્ટ્સની ચકાસણી કરી શકે. અરજદારો દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ઉપયોગમાં લેવાયેલા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની ચકાસણી કરાશે. વ્યક્તિની ઓળખ અને વિઝાની પાત્રતા માટે યુઝર્સે કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ પણ ચકાસવામાં આવશે.
દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી મૂકાઈ હશે તો અરજદારની વિઝા અરજી નકારાઈ શકે છે. અરજદારનું જૂઠાણું કે ગેરવર્તણૂક ગંભીર જણાશે તો તેના પર અમેરિકાના વિઝા અરજી કરવા બાબતે કાયમ માટે પ્રતિબંધ મૂકી દેવાશે. દૂતાવાસે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે, ‘અમેરિકન વિઝા અરજદારનો હક નથી, પરંતુ વિશેષાધિકાર છે. દરેક વિઝાનો નિર્ણય અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે.’
ટ્રમ્પ સરકારે તમામ નોન-ઈમિગ્રન્ટ વિઝા માટે ૨૫૦ ડોલર (લગભગ ૨૧૦૦૦ રૂપિયા) ની વધારાની ફી લાગુ કરી છે, જેને ‘વિઝા ઈન્ટિગ્રિટી ફી’ નામ અપાયું છે. આ ફી વર્ષ ૨૦૨૬ થી અમલમાં આવશે. તે એક પ્રકારની સુરક્ષા ડિપોઝિટ હશે, જે અમુક શરતો પૂરી થાય તો અરજદારને પરત કરવામાં આવશે.