પરપ્રાંતીય કામદારો એકબીજાના અંદરના ઝઘડામાં સાથી કામદારની હત્યા કરી

સમગ્ર બાબતે લવકુશ કામેશ્વર ચૌહાણે કડોદરા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ પણ આપી હતી-કડોદરા પંથકમાં વધુ એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી
સુરતઃ, પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે રામદેવ સોસાયટી નજીક હત્યા ઘટના બની હતી. પરપ્રાંતીય કામદારો એકબીજાના અંદરના ઝઘડામાં સાથી કામદારની હત્યા કરી મોત નીપજાવવાની ઘટના બની છે. મૃતક સાથી કામદારો પાસે પીવા માટે પાણી માગતા પાણી નહીં આપી ઉશ્કેરાયેલ અન્ય કામદારોએ ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી હતી.
સુરત જિલ્લામાં હત્યા માટે એપી સેન્ટર બની ગયેલ કડોદરા પંથકમાં વધુ એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે સોનાલી ડાંગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં કેટલાક શ્રમિકો મજૂરી કામ કરી રહ્યા છે.
આ શ્રમિકો પૈકી ગતરોજ લવકુશ કામેશ્વર ચૌહાણ તેમજ અખિલેશ અને મુકેશ ચૌહાણ કામકાજ દરમિયાન કેન્ટીનમાં ચા નાસ્તો કરવા બેઠા હતા. ત્યારે તેઓની સાથે જ મિલમાં કામ કરતો રૂપમ ચોરસિયા અને સાજન શાહ પણ ત્યાં હાજર હોય પોતે પાણી લઈને આવતો હતો. જેથી લવકુશ ચૌહાણ સાજન પાસે પાણી માગતા પાણી નહીં આપી ઝઘડો શરૂ કર્યો હતો.
થોડી બોલાચાલી બાદ તમામ કારીગરો છૂટા પડી ગયા હતા. પરંતુ ઝઘડો કામદારો પરસ્પર ભૂલી શક્્યા ન હતા. બાદમાં રાત્રિના સુમારે અખિલેશ ચૌહાણ તેમજ ફૂલેન્દર ચૌહાણ નામના શખ્સ ઉપર રૂપમ ચોરસિયા સંદીપ ચોરસિયા તેમજ ભાનુ પરિહારે અન્ય ત્રણ મિત્રોની મદદ વડે બાઈક પર આવી હુમલો કર્યો હતો.
અખિલેશ ચૌહાણ નામના અન્ય કામદાર જે સાથે હતો એને ચપ્પુના ઘા મારી બેરેહમીથી માર મારતા તેને પણ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર બાબતે લવકુશ કામેશ્વર ચૌહાણે કડોદરા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ પણ આપી હતી. પોલીસે પણ સાથી કામદારની હત્યા કરનાર કુલ સાત શખ્સ વિરુદ્ધ હત્યા અંગે ગુનો નોંધ્યો હતો અને ગણતરીના કલાકોમાં તમામને ઝડપી જેલ હવાલે પણ કરી દીધા હતા.