ઉજ્જવલ નિકમે જાણી જોઈને મીડિયા સમક્ષ કસાબ દ્વારા જેલમાં મટન બિરયાની માંગણી કરવાના સમાચાર ફેલાવ્યા હતા

ઉજ્જવલ નિકમ સહિત ૪ લોકો બનશે રાજ્યસભાના સાંસદ-રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓને નામાંકિત કર્યા
(એજન્સી)નવી દિલ્હી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે (૧૩ જુલાઈ, ૨૦૨૫) ચાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓને રાજ્યસભામાં નોમિનેટ કર્યા. આમાં ભૂતપૂર્વ રાજદ્વારી હર્ષ શ્રૃંગલા, વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમ, ઇતિહાસકાર મીનાક્ષી જૈન અને સામાજિક કાર્યકર સદાનંદન માસ્ટરના નામનો સમાવેશ થાય છે. આ યાદી ખાસ કરીને હર્ષ શ્રૃંગલા અને ઉજ્જવલ નિકમના નામો પર કેન્દ્રિત છે,
જેઓ પોતપોતાના ક્ષેત્રોમાં તેમના વિશિષ્ટ યોગદાન માટે જાણીતા છે. હર્ષ શ્રૃંગલા ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ રહી ચૂક્્યા છે અને અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે પણ સેવા આપી ચૂક્્યા છે. તેમને રાજદ્વારી અને વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત માનવામાં આવે છે. ઉજ્જવલ નિકમની ગણતરી દેશના જાણીતા ખાસ સરકારી વકીલોમાં થાય છે,
જેમણે ઘણા હાઇ-પ્રોફાઇલ અને આતંકવાદ સંબંધિત કેસોમાં પ્રભાવશાળી ભૂમિકા ભજવી છે. તેમની કારકિર્દી ૧૯૯૧માં કલ્યાણ બોમ્બ વિસ્ફોટ કેસ સાથે ચર્ચામાં આવી હતી, જેમાં તેમણે મુખ્ય આરોપી રવિંદર સિંહને દોષિત ઠેરવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પછી, તેમને ૧૯૯૩ના મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં રાજ્ય સરકાર વતી ખાસ સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, જે તેમની કારકિર્દીમાં એક મોટો વળાંક સાબિત થયો.
નિકમે ૧૪ વર્ષથી વધુ સમય સુધી ટાડા કોર્ટમાં સેવા આપી અને આતંકવાદ સંબંધિત કેસોમાં કાર્યવાહીનું નેતૃત્વ કર્યું. તેમનો સૌથી પ્રખ્યાત કેસ ૨૦૦૮નો ૨૬/૧૧નો મુંબઈ હુમલો હતો, જેમાં તેમણે પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબ સામે રાજ્ય સરકારનો પક્ષ મજબૂત રીતે રજૂ કર્યો હતો.
બાદમાં, નિકમે ખુલાસો કર્યો કે તેમણે જાણી જોઈને મીડિયા સમક્ષ કસાબ દ્વારા જેલમાં મટન બિરયાની માંગણી કરવાના સમાચાર ફેલાવ્યા હતા જેથી જનતાના ગુસ્સાને યોગ્ય દિશા મળી શકે. આ નિવેદન લાંબા સમય સુધી સમાચારમાં રહ્યું.
ડૉ. મીનાક્ષી જૈન મધ્યયુગીન અને કોલોનિયલ ભારતના પ્રખ્યાત ઇતિહાસકાર છે. તે દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાં ઇતિહાસના ભૂતપૂર્વ એસોસિયેટ પ્રોફેસર, નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીના ભૂતપૂર્વ ફેલો અને ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદના ગવ‹નગ કાઉન્સિલના ભૂતપૂર્વ સભ્ય છે. તેઓ હાલમાં ભારતીય સામાજિક વિજ્ઞાન સંશોધન પરિષદના સિનિયર ફેલો છે.
તેમના સંશોધન ક્ષેત્રોમાં મધ્યયુગીન અને પ્રારંભિક આધુનિક ભારતમાં સાંસ્કૃતિક અને ધાર્મિક વિકાસનો સમાવેશ થાય છે. તેમના ઊંડાણપૂર્વક સંશોધન કરાયેલા પુસ્તકો રાષ્ટ્રીય મહત્વના ઐતિહાસિક મુદ્દાઓ સાથે સંબંધિત છે.