Western Times News

Gujarati News

બધા મારી મજાક ઉડાવો છો, ડાન્સ સ્ટેપ પર ટ્રોલિંગથી અજય કંટાળ્યો

મુંબઈ, છેલ્લાં કેટલાંક સમયથી અજય દેવગન ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે. તેનું કારણ તેની ફિલ્મ કે એક્ટિંગ નહીં પણ ડાન્સ છે, તેની આવનારી ફિલ્મ ‘સન ઓફ સરદાર ૨’નું ગીત ‘પહેલા તું દુજા તું’ તાજેતરમાં રિલીઝ થયું છે. તેમાં અજય સાથે મૃણાલ ઠાકુર પણ છે. તેમનાં આ ગીતના હૂક સ્ટેપ લોકોને ખાસ પસંદ પડ્યાં નથી.

જ્યારથી આ ગીત આવ્યું ત્યારથી સોશિયલ મીડિયા પર અજયના વિચિત્ર ડાન્સ સ્ટેપ વાયરલ થયા છે. ત્યારે હવે આખરે કંટાળીને અજયે મૌન તોડ્યું છે. અજયે કહ્યું, “મારા માટે પણ આ કરવું ઘણું અઘરું છે.”

ફિલ્મના પ્રમોશન માટે યોજાયેલી આ ઇવેન્ટમાં અજયને વાયરલ ડાન્સ સ્ટેપ વિશે પ્રશ્ન પૂછાયો હતો, “તમારા માટે અને તમારી આસપાસના લોકો માટે આ ડાન્સ કેટલો અઘરો કે સહેલો છે?”. આ ડાન્સ સ્ટેપ અંગે અજય દેવગને કહ્યું, “મને લોકો વિશે ખબર નથી, પરંતું હું તમને કહીશ, તમે લોકો તો મારી મજાક ઉડાવો છો. મારા માટે તો આટલું કરવું પણ ઘણું અઘરું છે.”

અજયે આગળ કહ્યું, “તો મેં કર્યું એના માટે તમારે મારું આભારી હોવું જોઈએ.”જેવું આ ગીત રિલીઝ થયું, લોકોએ અજય દેવગનના મીમ્સનો પણ વરસાદ કરી દીધો હતો. કોઈએ લખ્યું, “અજય દેવગન ળેમમાં આવે છે, શરીરનો એક ભાગ હલાવે છે અને કોઈ કારણસર એ વાયરલ થઈ જાય છે.”

ત્યારે અજયના કોરિયોગ્રાફરને થતું હશે, “સર, બસ હાથ હલાવી દો…બાકીનું અમે જોઈ લઈશું!” ક્યારેય વિચાર્યું પણ નહોતું કે સન ઓફ સરદારનાં ‘પો પો’ ગીતથી પણ વિચિત્ર કંઈ જોવા મળશે.

અજય દેવગનની આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર ઉપરાંત રવિ કિશન, સંજય મિશ્રા, વિંદુ દારા સિંઘ, ચંકી પાંડે, દીપક ડોબરિયાલ, કુબ્રા સેઠ, શરત સક્સેના, અશ્વિની કલસેકર, રોશની વાલિયા, સાહિલ મેહતા અને મુકુલ દેવની પણ આ આખરી ફિલ્મ છે. આ ફિલ્મ ૨૫ જુલાઈએ થિએટરમાં રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.