Western Times News

Gujarati News

ભારત અને ચીન બંને દેશોના વિકાસ માટે સાથે મળીને આગળ વધવુ હિતાવહ છેઃ ચીન

નવી દિલ્હી, ગલવાન ખીણમાં વર્ષ ૨૦૨૦માં થયેલી અથડામણ બાદ પહેલી વાર ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ચીનની મુલાકાતે ગયા છે. ગલવાન ખીણમાં થયેલી અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા. ભારત-ચીન સંબંધો સુધારવા માટે જયશંકરની ચીનની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ચીનના ઉપ પ્રમુખ હાન ઝેંગે ભારત સાથે પરસ્પર સહયોગ વધારવા સલાહ આપી છે. ઉપરાષ્ટ્રપતિ ઝેંગે કહ્યું છે કે ભારત અને ચીન બંને મોટા વિકાસશીલ દેશો છે અને ગ્લોબલ સાઉથના મહત્વપૂર્ણ સભ્યો છે. આવી સ્થિતિમાં, બંને દેશોના વિકાસ માટે સહયોગ કરવો અને સાથે મળીને આગળ વધવુ હિતાવહ રહેશે. તેમણે તેને ડ્રેગન-એલિફન્ટ ટેંગો કહ્યાં છે.

વિદેશ મંત્રી જયશંકર શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (જીર્ઝ્રં)ની વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપવા અને ચીનના નેતાઓ સાથે વાતચીત કરવા ગયા છે.
ઉપ પ્રમુખ ઝેંગે જણાવ્યું હતું કે, ગયા વર્ષે કઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હતી.

આ બેઠક સકારાત્મક રહી હતી. આ મુલાકાત બાદ ભારત-ચીન વચ્ચેના સંબંધોમાં એક નવી શરૂઆત થઈ છે. બંને દેશોએ તે વાતચીતમાં થયેલા કરાર પર વધુ કામ કરવાનો સમય આવી ગયો છે. બંને દેશોએ એકબીજાની સમસ્યાઓ આદર કરીને સંબંધોમાં સુધારો કરવો જોઈએ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.