Western Times News

Gujarati News

AMCની નોટિસને અવગણવી જમાલપુરના કુખ્યાત સલીમ ખાનને ભારે પડી: બિલ્ડિંગ તોડી પડાઇ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના જમાલપુરમાં તંત્રએ ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મંજૂરી વગરના બાંધકામને અનેક વખત નોટિસ આપવામાં આવી હતી.

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ગેરકાયદેસર વિવાદિત અને ગેરકાયદેસર રીતે ઉભી કરવામાં આવેલી કેટલીક ઇમારતો પર ડિમોલિશન ચલાવવામાં આવ્યું છે. આ કાર્યવાહી કુખ્યાત સલીમ ખાન જુમ્મા ખાનના ગેરકાયદે બિલ્ડિંગ્સ વિરુદ્ધ હાથ ધરવામાં આવી છે.

એેએમસી દ્વારા અગાઉ ઘણીવાર નોટિસ આપવામાં છત્તા પણ સલીમ ખાન દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદે બિલ્ડિંગ્સ ઊભી કરવામાં આવી હતી.
આ બિલ્ડિંગ્સમાં કોઇ મંજૂરી વગર દસ્તાવેજો કરાઈ ગયા હતા અને કેટલાક કેસમાં વકફ બોર્ડની જમીન પર પણ ગેરકાયદેસર રીતે કબજો કરી લેવાયો હતો.

આ મામલો ગંભીર બનતા હવે પોલીસે દસ્તાવે અંગે પણ તપાસ શરૂ કરી છે. એએમસી દ્વારા શરૂ કરાયેલી આ કાર્યવાહી જમાલપુરમાં ગેરકાયદે બાંધકામ વિરુદ્ધનો મહત્વપૂર્ણ પગલુ માનવામાં આવી રહી છે.

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આજે સ્થાનિક તંત્ર અને પોલીસ બંદોબસ્તની હાજરીમાં એક મહત્વપૂર્ણ ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી. ગેરકાયદે બાંધકામના કેસમાં કુખ્યાત ગણાતા સલીમ ખાન પઠાણના બિલ્ડિંગ ‘સના ૭’ને તોડી પાડવામાં આવ્યું. જાણવા મળતી વિગતો મુજબ આ બિલ્ડિંગ વિના મંજૂરી અને નિયમોની અવગણના કરીને વકફ બોર્ડની જમીન પર બાંધવામાં આવ્યું હતું.

તંત્રએ અગાઉ પણ આ ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ અનેક વખત નોટિસો પાઠવી હતી. પરંતુ સલીમખાન પઠાણ દ્વારા નોટિસોનું ઉલ્લંઘન કરીને બિલ્ડિંગનું નિર્માણ ચાલુ જ રાખ્યું. આ બાબતને લઇને સ્થાનિક રહીશો અને વકફ બોર્ડ દ્વારા તંત્રમાં અનેક વખત ફરિયાદ કરવામાં આવી હતી. આખરે તંત્રએ કડક પગલું ભરતા વિશાળ પોલીસ બંદોબસ્ત સાથે આજે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી..

‘સના ૭’ નામનું આ બિલ્ડિંગ રહેણાંક અને વ્યાવસાયિક ઉપયોગ માટે નિર્માણાધીન હતું, જેમાં ઘણા ઘરો અને દુકાનો ભાડે આપવા માટે તૈયાર કરવામાં આવી રહી હતી. પરંતુ કોઇ પણ પ્રકારની સરકારી મંજૂરી વગર અને વકફ બોર્ડની જમીન પર અયોગ્ય રીતે બાંધકામ કરવામાં આવતાં તંત્રએ એક્શન લીધું. આ કામગીરી દરમિયાન સ્થાનિક વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત રાખવામાં આવી હતી. જેથી કોઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.