Western Times News

Gujarati News

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાતે ઇન્ડિયન યુથ વુમન્સ હેન્ડબોલ ટીમ

ક્યારેય પોતાને અન્યથી નબળા ના સમજવા, દેશનું યુવાધન દરેક પડકાર ઝીલવા સક્ષમ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલશ્રીએ ચીનમાં આયોજિત થનાર 11મી યુવા એશિયન હેન્ડબોલ ચેમ્પિયનશિપ માટે શુભકામનાઓ પાઠવી

Ahmedabad, ઇન્ડિયન યુથ વુમન્સ હેન્ડબોલ ટીમના સદસ્યો આજે રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની મુલાકાતે પધાર્યા હતા.

રાજ્યપાલશ્રીએ ચીન ખાતે આયોજિત થનાર 11 મી યુવા એશિયન હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર ઇન્ડિયન યુથ વુમન્સ હેન્ડબોલ ટીમને શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કેઆપણે ક્યારેય પોતાને અન્યથી નબળા ના સમજવા જોઈએદેશોનું યુવાધન દરેક પડકાર ઝીલવા સક્ષમ છે. દેશ માટે વિજય મેળવવાનો ભાવ રાખીનેપૂરી તાકાત અને નિષ્ઠાથી કાર્ય કરવું જોઈએ.

ટીમના કોચ શ્રી નવીન પુનિયાશ્રી સચિન ચૌધરીશ્રી મનીષા રાઠોડબીનોય જીટીમના ફિઝિયોથેરાપિસ્ટ શ્રી મનિષાબેન તેમજ રીજનલ ડાયરેક્ટર શ્રી મણિકાંત શર્મા આ મુલાકાત દરમિયાન સાથે હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.