Western Times News

Gujarati News

શનિ વક્રી થતાં જાણો તમારા જીવનમાં શું બદલાઈ શકે છે?

રવીવારે સવારે ૪ઃ૦૮ કલાકે ન્યાયના દેવતા શનિદેવ વકી થયા. ર૯ નવેમ્બર સુધી આ અવ્યવસ્થામાં રહેવાના છે. શનીદેવ મીન રાશીમાં વક્રી થયા છે. ત્યારે દરેક વ્યકિતના જીવનમાં તેમના જન્મકુંડળી અને ગ્રહોની દશા તેમજ કર્મોના આધારે ઘેરું પરીવર્તન સર્જાય એ નિશ્ચિત છે. જાણીએ ર૯ નવેમ્બર સુધીમાં વકી શની તમારી રાશીમાં શું અસરો સર્જી શકે છે.

મેષઃ સાડા સાતિનો આ પ્રથમ તબકકો છેઃ શની વકી થતાં પારીવારીક અને આરોગ્યલક્ષી ચિંતાઓ ઉભરી શકે છે. કાર્યસ્થળ પર ઉતાવળીયા સ્વભાવથી બચવું જોઈએ.
વૃષભઃ નિર્ણય લેવામાં અસમંજસ અને આઅયોજનમાં વિલંબ સર્જાય એ શકય છે. જુના રોકાણોની સમીક્ષા કરવાનો આ સમય છે. તો સાથે જ નવા નિર્ણયોને લેવાનું નવેમ્બર સુધી ટાળો એ લાંબા ગાળાના હીતમાં જ રહેશે.

મિથુનઃ માનાસીક અશાંતિ અને વ્યકિગત જીવનમાં અસંતુલન સર્જાઈ શકે છે. વકી શનીના આ સમયગાળામાં આત્મવિશ્વાસ ટકાવી રાખો એ જરૂરી છે. જીવનમાં હાલ તમારે સ્વાસ્થ્યને પ્રાથમીકતા આપવી જરૂરી રહેશે.

કર્કઃ પારીવારીક બાબતોમાં અસ્થિરતા, આર્થિક દબાણ સાથોસાથ સામાજીક ચિંતાઓ આ સમયગાળામાં તમારા પર હાવી થઈ શકે છે. સંતુલન જાળવી રાખવું મોટા નિર્ણયો નવેમ્બર સુધી ટાળવા જરૂરી છે.

સિંહઃ માતાપિતા અને જીવનસાથી સંબંધીત ચિંતાઓ ઘેરાયેલી રહેશે. કેરીયરમાં પણ લાંબા ટુંકા ઉતાર ચડાવી જોવા મળી શકે છે. આર્થિક બાબતોમાં સમજી વિચારીને પગલું ભરવું અન્યથા એકથી વધારે બાબતોમાં નુકશાનની સંભાવના.

કન્યાઃ ભાવનાત્મક અસ્થિરતા તેમજ આરોગ્ય બાબતે સંકળાયેલી તકલીફોમાં વધારો થાય. નાની યાત્રાઓમાં સતર્કતા રાખવી. કાયદાકીય દસ્તાવેજોમાં સવિશેષ સાવધાની વર્તીને કામ કરવું અન્યથા જોખમ ઉભું થઈ શકે છે.

તુલાઃ સંબંધોમાં તનાવ વધી શકે છે. બિનજરૂરી ખર્ચાઓ પણ અચાનક સામે આવી શકે છે. પરીવાર પર ધ્યાન આપવું જરૂરી છે. રોકાણ ખુબ જ સમજી વિચારીને કરવું કેમ કે નુકશાન વેઠવું તેવી નોબત આવી શકે છે.

વૃશ્રિકઃ નિર્ણય લેવામાં મુશ્કેલી સર્જાતી હોય એવું લાગે. પારીવારીક મતભેદ તથા માનસીક તાણની શકયતા શનિ વકીને દશામાં સામે આવી શકે છે. મિલકતના મામલાઓમાં સાવધાની વર્તવી. કોઈપણ ધીરજપુર્વક કામ કરવું.

ધનઃ શની વકી થતાં લાંબા ગાળા સુધી કેરીયરમાં સ્થિરતામાં સંકેત છે. જોકે આત્મસંદેહ તકલીફ આપી શકે છે. સામે આવે એ તકોનો લાભ મેળવવો પરંતુ સોથ એ ધ્યાન રાખવું કે વધારે પડતો આત્મવિશ્વવાસ કયાંક ભારે ન પડી શકે.

મકરઃકાર્યસ્થળ પર પ્રગતીના સમાચાર શનિ વકી દરમ્યાન મળી શકે છે. આરોગ્ય અને અંગત જીવનમાં તનાવથી સાવધાન રહેવું જોઈએ. સમજી વિચારીને વાતચીત કરવી. જીવનસાથી સાથે મતભેદો ટાળવા જોઈએ.

કુંભઃ સાડા સાતીના અંતીમ તબકકામાં શની વકી ગતી કરશે ત્યારે આર્થિક દબાણ અને માનસીક ભાર અનુભવવા મળે. ર૯ નવેમ્બર સુધી બજેટ અને સમય બંનેનું સચોટ મેનેજમેન્ટ રાખવું જરૂરી છે. અન્યથા સ્વમાન ઘવાય તેવા સંજોગો સર્જાય.

મીનઃ વકી શનીનો આ સમયગાળો તમારા માટે આત્મવિશ્લેષણનો ગણીને ચાલવું અધુરા કાર્યોને પુર્ણ કરવાનો પણ આ સમય છે. આંતરીક સંતુલન જાળવી રાખવું. સંયમથી ચાલશો તો જ લાભ મળવો શકય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.