વિજયનગરથી કોડિયાવાડા, દઢવાવ, ચિઠોડા, ભિલોડા તરફ જતાં સ્ટેટ હાઇવે બિસ્માર હાલતમાં

(પ્રતિનિધિ)મોડાસા, વિજયનગર તાલુકામાં પણ તાજેતરાના વરસાદે જુદા જુદા રોડ-રસ્તા સાવ તૂટી ગયા છે. અને મોટા ખાડા સર્જાયા એ એમાં વરસાદી પાણી ભરાઈ ગયાં છે.
આ તાલુકા મથકેને ભિલોડા તાલુકા મથકને જોડતા વિજયનગરથી કોડિયાવાડા, દઢવાવ, ચિઠોડા, ભિલોડા તરફ જતાં સ્ટેટ હાઇવે બિસ્માર હાલતમાં થઈ ગયેલ છે તે મતલબની રજૂઆત માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના નાયબ કાર્યપાલક ઇજનેર ને. રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા પત્ર મોકલીને સમાજિક કાર્યકર અને પૂર્વ મહામંત્રી ઈશ્વરભાઈ એસ પટેલે લેખિતમાં રજૂઆત કરી છે
એમણે રજૂઆતમાં જણાવ્યું કે વિજયનગરથી કોડિયાવાડા, દઢવાવ, ઊંડા તરફનો સ્ટેટ હાઇવે વાહન વ્યવહાર લાયક રહ્યો નથી. ચોમાસાના વરસાદને કારણે મોટા ખાડા પડી ગયેલ છે. રસ્તો તૂટી ગયેલ છે. આ રસ્તા ઉપરથી રોજના હજારો વાહનોની આવન જાવન થાય છે. રસ્તો સાવ ખખડધજ થઈ ગયેલ છે. આ રસ્તાનું સત્વરે રિપેરિંગ કામ હાથ તે માટે કાર્યવાહી કરવા માગ કરાઈ હતી .