Western Times News

Gujarati News

દિવ્યાંગ દીકરીની દવાનો તમામ ખર્ચ ઉપાડ્‌યો રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકે

(પ્રતિનિધિ)મોડાસા, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકે માનવતા મહેકાવી જન્મજાત દિવ્યાંગ દીકરીની દવાનો તમામ ખર્ચ ઉપાડ્‌યો છે અને એમનું સેવાલય સાચા અર્થમાં સેવાનું માધ્યમ બન્યું છે.

જિલ નિકુલભાઈ રાવળ નામની દિવ્યાંગ દિકરીના પિતાએ સેવાલય ખાતે આવી સાઈકલની માંગણી કરી હતી દીકરીની તકલીફ અને વ્યથા જાણ્યા બાદ સાઇકલ તો અપાવી સાથે સાથે મયંકભાઈ નાયકે દીકરીની સારવારનો તમામ ખર્ચ પણ ઉપાડી લીધો હતો

સેવામ સદા અગ્રેસર મયંકભાઈ નાયકના માનવતાવાદી અભિગમને દીકરીના પિતાએ બિરદાવ્યો હતો અને સૌએ. આ સેવાકાર્યને બિરદાવ્યું હતું અને મયંકભાઈને ધન્યવાદ પાઠવ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.