‘ધુરંધર’ માટે થાઈલેન્ડમાં ભીંડી બજારનો સેટ બન્યો

મુંબઈ, જ્યારથી રણવીરની ‘ધુરંધર’નું ટ્રેલર લોંચ થયું છે, ત્યારથી આ ફિલ્મ સતત ચર્ચામાં છે. પછી તે રણવીરનો નવો અવતાર હોય કે પછી આ ફિલ્મની કાસ્ટ હોય. ફિલ્મ વિવિધ મુદ્દે સતત ચર્ચામાં છે, પરંતુ એક વાત હજુ બહુ ઓછા લોકોના ધ્યાનમાં આવી છે કે આ ફિલ્મમાં જે ભીંડી બજારની ગલીઓ દેખાય છે, તે ખરેખર થાઇલેન્ડ છે.
એક વર્ષથી પણ વધુ સમયના લોહી, પાણી, પરસેવો અને ઉજાગરાના અંતે આ ફિલ્મ જકડી રાખે એવી ફિલ્મ તૈયાર થઈ છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મના પ્રોડક્શન ડિઝાઇનર સૈની એસ જોહરાએ એક ખુલાસો કર્યાે કે તેમાં દેખાતી પાકિસ્તાનની ગલીઓ ખરેખર થાઈલેન્ડમાં બનાવાઈ છે.
સૈની જોહરાએ જણાવ્યું કે તેમને ‘ધુરંધર’ માટે આ મહાકાય બજારનો સેટ ખડો કરતા લગભગ ત્રણ મહિનાથી પણ લાંબો સમય થયો હતો. માર્ચથી એપ્રિલ પસુધી તેમણે અને તેમની ટીમે સેટની ડિઝાઇન પર કામ કર્યું હતું અને જૂન મહિનામાં બધા લોકેશનનો ઊંડો અભ્યાસ કર્યાે હતો. જુલાઈમાં તેમણે શૂટિંગ શરૂ કરી દીધું હતું.
આગળ તેમણે એમ પણ જણાવ્યું કે, તેમના ૧૨ ડિઝાઇનરની ટીમ દિવસના ૧૨ કલાક સુધી સતત કામ કરતી રહી હતી, કારણ કે આ બહુ મોટી ફિલ્મ છે.
તેમણે જણાવ્યું, “મને લાગે છે, મારી કૅરિઅરમાં આ એવી ફિલ્મોમાંની એક છે, જેમાં સૌથી વધુ લોકેશન પર કામ કર્યું છે.” તેમણે પાકિસ્તાનની ગલીઓ થાલેન્ડમાં કઈ રીતે ઉભી કરી, તે અંગે વાત કરતા જણાવ્યું હતું કે તેમણે અખબારના સમાચારોમાંથી ઘણી માહિતી મળી હતી, એ ઉપરાંત કેટલાંક જૂના વીડિયો અને પાકિસ્તાનના ચોક્કસ વિસ્તારોના સમાચારના આધારે આ સેટ ડિઝાઇન કરી હતી. ત્યાર પછી તેમણે થાઇલેન્ડમાં અને મઢ આઇલેન્ડમાં ૬ એકર જમીન પર વિશાળ સેટ બનાવ્યો હતો.
પાકિસ્તાનની ગલીઓ થાઇલેન્ડમાં જ કેમ બનાવવી પડી, એ અંગે જોહરાએ કહ્યું કે તેમની જે સ્ટારકાસ્ટ હતી, તેમની સાથે મુંબઈમાં બધું શૂટ કરવું શક્ય નહોતું. તેઓ આ પ્રકારના શૂટ કોઈ સ્ટુડિયોમાં કરી શકે તેમ પણ નહોતા, કારણ કે તેમને ૬ એકરની મોટી જગ્યાની જરૂર હતી. બીજું કારણ એ પણ હતું કે શૂટિંગ જુલાઈ મહિનામાં થતું હતું અને એ વખતે મુંબઇમાં ભારે વરસાદની મોસમ હોય છે, તેથી તેઓ મુંબઇમાં સેટ બનાવી શકે તેમ નહોતા. તેથી તેમણે થાઇલેન્ડમાં શૂટ કરવાનું નક્કી કરવું પડ્યું, જ્યાં તેમના માટે ભવ્ય સેટ બનાવવો સરળ હતો.
તેમણે ૨૦ દિવસ સુધી ૨૦૦-૩૦૦ થાઈ લોકો સાથે મળીને આ સેટ તૈયાર કર્યાે હતો. જોહરાએ જણાવ્યું, “થાઇ લોકોને ખબર નથી કે ભીંડી બજાર કેવું દેખાય છે, તેથી મારે એ ધ્યાન રાખવાનું હતું કે બધું જ ૧૦૦ ટકા વાસ્તવિક દેખાય અને એ થાઇલેન્ડ છે એવું ન દેખાય. જો તમે ટીઝર જોશો તો તમને ખબર પણ નહીં પડે.”SS1MS