Western Times News

Gujarati News

ચીનમાં ‘માસ્ક’ની અછતઃ ૯૮૦૦ લોકો પર વાયરસના ઈન્ફેકશનની અસર

ગુજરાત પાસે રોજના પ લાખ ‘માસ્ક’ મોકલવાની માંગણી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ચીનમાં કોરોનસ વાયરસનો કહેર ચાલુ છે. અત્યાર સુધીમાં કુલ ર૧પ જેટલા વાયરસને કારણે મૃત્યુ પામ્યા છે. તથા ૯૮૦૦ લોકો પર વાયરસના ઈન્ફેકશનની અસર જાવા મળે છે. ચીનના મોટાભાગના રાજ્યોમાં કોરોના વાઈરસની અસર જાવા મળી રહી છે.


ભારત સરકાર ચીનમાં રહેતા લોકોને તથા અભ્યાસ કરતા વિદ્યાર્થીને પરત લાવવાનું કાર્ય શરૂ કર્યુ છે. એરલીફટ દ્વારા લોકોને ભારત લાવવામાં આવશે. ભારતમાં આવ્યા બાદ મેડીકલ ટેસ્ટ કરવા હોસ્પીટલમાં લઈ જવામાં આવશે. હાલમાં બે એરફલાઈટો, એક બુહાન જશે અને બીજી એરફલાઈટ હુબાઈ જશે. એક સાથે ૪૦૦ લોકો બેસી શકે એવી એરલીફટમાં વ્યવસ્થા હોવાનું જાણવા મળે છે.

ચીનમાં વધી રહેલા કોરોનસ વાયરસ અન્ય દેશોમાં પણ જાવા મળી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ‘વૈશ્વિક મહામારી’ જાહેર કરશે એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ચીનમાં માસ્કોની અછત ઉભી થઈ છે. મોટા જથ્થામાં માસ્ક મેળવવા ગુજરાત સરકાર પાસે માંગણી પણ કરી હોવાનું જાણવા મળે છે.

મળતી માહિતી અનુસાર ચીને ગુજરાત પાસેથી રોજના પ લાખ માસ્ક મંગાવ્યા હોવાનું જાણવા મળે છે.ે રાજ્ય સરકાર ચીનની માંગણી પુરી કરવા માસ્ક બનાવતી ફેકટરીઓને વધુ માસ્કનું ઉત્પાદન કરવા અપીલ કરી છે. માસ્ક ઉપરાંપ પીવાના પાણી તથા ખાદ્યપદાર્થો પણ મળતા નહીં હોવાનું જાણવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.