અમેરિકાથી અપાચે હેલિકોપ્ટરની ડિલિવરી ભારતમાં ટૂંકમાં જ થશે

અમેરિકા ભારતને ઘાતક અપાચે હેલિકોપ્ટર આપવા માટે તૈયાર થયું
(એજન્સી)વોશિંગ્ટન, પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતની તાકાતમાં વધુ એક વધારો થવા જઈ રહ્યો છે. લાંબા સમયની રાહ જોયા બાદ ભારતીય સેનાને અપાચે લડાકુ હેલિકોપ્ટરનો પ્રથમ કન્સાઈનમેન્ટ મળવા જઈ રહી છે.
અમેરિકાથી અપાચે હેલિકોપ્ટરની ડિલિવરી આ જ અઠવાડિયે થવા જઈ રહી છે. પ્રથમ કન્સાઈનમેન્ટ હેઠળ કુલ ત્રણ અપાચે હેલિકોપ્ટર મળશે, જે રાત્રિના અંધારામાં પણ ટાર્ગેટને શોધીને તેને મારવામાં સક્ષમ છે. અમેરિકન સેનામાં લાંબા સમયથી તહેનાત આ હેલિકોપ્ટરની ખૂબ માગ રહી છે.
અત્યાર સુધીમાં લગભગ ૨૦ દેશોમાં અમેરિકા દ્વારા આ હેલિકોપ્ટરની ડિલિવરી કરવામાં આવી ચૂકી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભારત પાકિસ્તાન સરહદ પર આ હેલિકોપ્ટર તહેનાત કરવાની તૈયારી કરી રહ્યું છે. ૨ જુલાઈના રોજ જ સમાચાર આવ્યા હતા કે આ હેલિકોપ્ટરની ડિલિવરીની રાહ સમાપ્ત થશે અને તે આ જ મહિને ભારત આવી શકે છે.