MEGA ITI કુબેરનગર ખાતે વિશ્વ યુવા કુશળતા દિન 2025ની ઉજવણી કરાઈ

ધારાસભ્ય ડૉ. પાયલ કુકરાણીના હસ્તે ITIના તાલીમાર્થીઓને જોબ ઓફર લેટર એનાયત કરાયા
ITIના કુલ 1060 કરતાં વધુ તાલીમાર્થીઓને જોબ ઓફર લેટર એનાયત
MEGA ITI કુબેરનગર ખાતે વિશ્વ યુવા કુશળતા દિન 2025ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નરોડાના ધારાસભ્ય શ્રી ડૉ. પાયલ કુકરાણી ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે ITIના 1060 કરતા વધુ તાલીમાર્થીઓને પોતાની તાલીમ પૂર્ણ થયા પહેલા જ વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ તરફથી જોબ ઓફર લેટર આપવામાં આવ્યા હતા.
Distribution of Job letters on World Youth Skill Day 🙏 pic.twitter.com/Qu20zdfqER
— Dr.Payal Kukrani (@DrPayalKukrani) July 16, 2025
આ ઓફર લેટર ધારાસભ્ય શ્રી પાયલબહેનના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ તાલીમાર્થીઓને મળતી માસિક પગારની શ્રેણી રૂ. 15,000થી લઈને 24,000 સુધીની MEGA ITI કુબેરનગરના પ્લેસમેન્ટ દૃષ્ટિએ એક નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે. વિદ્યાર્થીઓએ જોબ ઑફર મેળવતા પહેલા જ પોતાનું કૌશલ્ય સાબિત કરીને પોતાના તેમજ સંસ્થાના ગૌરવમાં વધારો કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, MEGA ITI, કુબેરનગર સતત યુવાનોના કૌશલ્ય વિકાસ માટે નવી તકો સર્જી રહી છે. અને સ્કીલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે.
આ પ્રસંગે ડીજીઈટી દિલ્હીના જોઈન્ટ ડાયરેક્ટર શ્રી કેતન પટેલ, સંસ્થાના આચાર્યશ્રી એમ.વી. દેસાઈ, સુશ્રી એચ. એમ પટેલ, તાલીમ અધિકારીશ્રીઓ, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ અને પ્લેસમેન્ટ અધિકારી શ્રી હરિ જાદવ ઉપસ્થિત રહ્યા હતા.