યુકેમાં ગાંધીજીના દુર્લભ ઓઇલ પેઇન્ટિંગની રૂ.૧.૭ કરોડમાં હરાજી

લંડન, બ્રિટનની રાજધાની લંડનમાં મહાત્મા ગાંધીજીના એક દુર્લભ ઓઇલ પેઈન્ટિંગની હરાજી કરવામાં આવી છે. એવું કહેવાય છે કે આ એકમાત્ર ચિત્ર છે જેના માટે મહાત્મા ગાંધી પોટ્રેટ મોડમાં બેઠા હતા અને ચિત્રકારે તેમની સામે બેસીને આ સુંદર ઓઇલ પેઇન્ટિંગ બનાવ્યું હતું.
બોનહેમ્સ ખાતે ઓનલાઈન હરાજીમાં આ ફોટો રૂ. ૧.૭ કરોડમાં વેચાયો હતો.૧૯૩૧માં જ્યારે ગાંધીજી બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે લંડન ગયા ત્યારે બ્રિટિશ પોટ્રેટ કલાકાર ક્લેર લેઇટનને આ પેઇન્ટિંગ બનાવ્યું હતું.
બોનહેમ્સના હેડ ઓફ સેલ રાયનન ડેમરીએ જણાવ્યું કે, મહાત્મા ગાંધીનું એકમાત્ર ઓઇલ પેઇન્ટિંગ અગાઉ ક્યારેય હરાજીમાં રજૂ કરવામાં આવ્યું ન હતું.ક્લેર લેઇટને આ પેઇન્ટિંગનું નામ પોર્ટ્રેટ ઓફ મહાત્મા ગાંધી રાખ્યું હતું.
આ ચિત્ર ૧૯૩૧નું છે, જ્યારે મહાત્મા ગાંધી બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં હાજરી આપવા લંડન ગયા હતા. આ ચિત્ર બનાવનાર આર્ટિસ્ટ ક્લેર લેઇટન તે સમયે પ્રખ્યાત રાજકીય પત્રકાર હેનરી નોએલ સાથે રિલેશનશિપમાં હતા. હેનરી ભારતની સ્વતંત્રતાના પ્રબળ સમર્થકોમાંના એક હતા.
આવી સ્થિતિમાં, હેનરી મહાત્મા ગાંધીને મળ્યા અને આ બહાને લેઇટનને પણ ગાંધીજીને મળવાની તક મળી હતી.આ મુલાકાત દરમિયાન લેઇટને ગાંધીજીનું ચિત્ર દોરવાની ઓફર કરી હતી અને ગાંધીજી તેના માની ગયા હતા.
ગાંધીજી પોટ્રેટ મોડમાં બેઠા હતા અને લેઇટને તેમનું પેઇન્ટિંગ બનાવ્યું હતું. ગાંધીજીને પણ આ ઓઇલ પેઇન્ટિંગ ખૂબ ગમ્યું હતું. હવે ૯૪ વર્ષ પછી આ ચિત્રની હરાજી કરવામાં આવી છે.SS1MS