Western Times News

Gujarati News

અભિનેત્રી વિદ્યા બાલનનું જબરદસ્ત ટ્રાન્ફોર્મેશન

મુંબઈ, વિદ્યાએ તાજેતરમાં એક મેગેઝિન કવર શૂટ માટે નવી હેરસ્ટાઇલ અપનાવી હતી અને ખૂબ જ સુંદર રીતે પોતાનો ચાર્મ ફેલાવતી જોવા મળી હતી. વિદ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું હતું જેમાં તે બોડીકોન ડ્રેસમાં ચમકતી જોવા મળી હતી.બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન તેના નવા લુકથી ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે.

આ વખતે તેણે તેના ટ્રાન્સફોર્મેશનથી બધાને આશ્ચર્યચકિત કર્યા છે. વિદ્યાએ તાજેતરમાં એક મેગેઝિન કવર શૂટ માટે નવી હેરસ્ટાઇલ અપનાવી હતી અને ખૂબ જ સુંદર રીતે પોતાનો ચાર્મ ફેલાવતી જોવા મળી હતી. વિદ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું હતું જ્યાં તે બોડીકોન ડ્રેસમાં ચમકતી જોવા મળી હતી.

આ જોઈને ચાહકો અભિનેત્રીના દિવાના થઈ ગયા હતા.એક તસવીરમાં વિદ્યા લાલ-ગુલાબી રંગનો ફર ગાઉન, ટૂંકા ભૂરા વાળ અને હળવા ઘરેણાં પહેરેલી જોવા મળી રહી છે.બીજા ફોટામાં અભિનેત્રીએ સિલ્વર રંગનું ગાઉન અને લાંબો બુરખો પહેર્યાે છે. વિદ્યાનો લુક તેના વજન ઘટાડવા માટે પણ સમાચારમાં છે. અભિનેત્રી લાંબા સમય પછી આધુનિક લુકમાં જોવા મળી છે.

વિદ્યાએ કહ્યું કે પડદા પર મહિલાઓની સ્ટોરીઓ બદલાઈ રહી છે, કારણ કે વાસ્તવિક જીવનમાં પણ સ્ત્રીઓ ધીમે ધીમે અને મજબૂત રીતે પોતાનો રસ્તો બનાવી રહી છે. આ જ વાત હવે ફિલ્મોમાં પણ દેખાય છે.‘હું યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હતી, પરંતુ વધુ મહત્ત્વની વાત એ છે કે, મેં મારા માર્ગમાં આવેલી દરેક તકનો પૂરો લાભ લીધો, કારણ કે મને હંમેશા કામ કરવાની ખૂબ ભૂખ રહી છે.

મને મારું કામ ખરેખર ગમે છે. મને લાગે છે કે દરરોજ આ સ્વપ્ન જીવવું એ એક આશીર્વાદ છે. આજે પણ, આ સફર શરૂ કર્યાના ૨૦ વર્ષ પછી પણ, હું મારા કામ વિશે એટલી જ ઉત્સાહિત અને ખુશ છું.’વિદ્યાના ફોટાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. દરેક વ્યક્તિ તેના બદલાયેલા દેખાવ અને વજન ઘટાડવાની પ્રશંસા કરી રહ્યા છે.

ઘણા લોકોએ કહ્યું કે વિદ્યા તેની વાસ્તવિક ઉંમર કરતા ઘણી નાની લાગે છે. કોઈએ લખ્યું – વાહ, વિદ્યા ખૂબ જ સુંદર લાગે છે. બીજા એક ચાહકે કહ્યું – શાનદાર!! ઘણા યુઝર્સે લખ્યું કે વિદ્યા હંમેશા ભીડથી કંઈક અલગ કરે છે. આ ખરેખર લોકો માટે પ્રેરણા છે.વિદ્યાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે ૨૦૨૪ ની હિટ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૩’ માં કાર્તિક આર્યન અને માધુરી દીક્ષિત સાથે જોવા મળી હતી.

આ ફિલ્મ વિદ્યાના ફ્રેન્ચાઇઝમાં પાછા ફરવાને કારણે ખાસ હતી, અને બોક્સ ઓફિસ પર ૪૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. અગાઉ, તેણીને રોમેન્ટિક કોમેડી ‘દો ઔર દો પ્યાર’ માં અભિનય માટે ખૂબ પ્રશંસા મળી હતી, જેમાં પ્રતીક ગાંધી, ઇલિયાના ડી’ક્›ઝ અને સેંધિલ રામામૂર્તિએ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી.વિદ્યાને જોઈને ચાહકો પાગલ થઈ ગયા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.