અભિનેત્રી રાન્યા રાવને સોનાની દાણચોરીના કેસમાં ૧ વર્ષની જેલની સજા

મુંબઈ, સોનાની દાણચોરીના કેસમાં કન્નડ અભિનેત્રી રાન્યા રાવને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ આદેશ ફોરેન એક્સચેન્જ કન્ઝર્વેશન એન્ડ સ્મગલિંગ પ્રિવેન્શન એક્ટ એડવાઇઝરી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં રાન્યા રાવ સાથે અન્ય બે આરોપીઓનો પણ સમાવેશ થાય છે.
આદેશ મુજબ ત્રણેયને એક વર્ષની જેલની સજા દરમિયાન જામીન માટે અરજી કરવાના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે. એટલે કે, સમગ્ર સફ્ફ્ફ્ફ્ફ્જા દરમિયાન તેમાંથી કોઈ પણ જામીન માટે અરજી કરી શકશે નહીં.
રાન્યા ફિલ્મ ‘માણિક્ય’માં કન્નડ સુપરસ્ટાર સુદીપ સાથેની ભૂમિકા માટે જાણીતી છે. રાન્યાએ અનેક દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેની ચાલુ વર્ષે ૩ માર્ચે બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૧૪.૮ કિલો સોના સાથે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
રાન્યા વારંવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસોને કારણે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ની દેખરેખ હેઠળ હતી. ૩ માર્ચની રાત્રે જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તે દુબઈથી અમીરાતની ફ્લાઇટમાં બેંગલુરુ પહોંચી હતી.
ડીઆરઆઈ અધિકારીઓએ કહ્યું હતું કે અભિનેત્રી રાન્યા રાવે મોટાભાગનું સોનું પહેર્યું હતું, અને તેણે પોતાના કપડાંમાં સોનાની લગડી પણ છુપાવી હતી. રાન્યાના સાવકા પિતા રામચંદ્ર રાવ એક વરિષ્ઠ આઈપીએસ અધિકારી છે.
ડીઆરઆઈએ કહ્યું હતું કે એરપોર્ટ પહોંચતા જ રાન્યા પોતાને એક આઈપીએસની પુત્રી ગણાવતી હતી અને સ્થાનિક પોલીસ કર્મચારીઓને ઘરે મૂકવા માટે બોલાવતી હતી.SS1MS