Western Times News

Gujarati News

ઈન્દોરે આઠમી વખત સ્‍વચ્‍છ શહેરનો ખિતાબ જીત્‍યો: સુરત બીજા ક્રમે

૧૦ લાખથી વધુ વસ્‍તીવાળા શહેરોમાં અમદાવાદ પ્રથમ, ભોપાલ બીજુ અને લખનઉ ત્રીજું

Ahmedabad is declared as “cleanest big city” in category of > 10 lakhs 

૩ થી ૧૦ લાખની વસ્‍તીવાળા શહેરોની કેટેગરીમાં નોયડા પ્રથમ, ચંદીગઢ બીજુ અને મૈસુર ત્રીજા ક્રમે : 

નવી દિલ્‍હી, દેશના સૌથી સ્‍વચ્‍છ શહેરની વાત કરવામાં આવે તો મગજમાં એક જ નામ આવે છે. જેનું નામ છે, ઇન્‍દોર. ઇન્‍દોરને એક વાર ફરી દેશના સૌથી સ્‍વચ્‍છ શહેર પુરસ્‍કાર મળ્‍યો છે. આજે સ્‍વચ્‍છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૫ના પરિણામોનો જાહેર કરવામાં આવ્‍યા. કેન્‍દ્ર સરકારના વાર્ષિક સ્‍વચ્‍છતા સર્વેક્ષણમાં ઇન્‍દોરને સતત આઠમી વાર ભારતના સૌથી સ્‍વચ્‍છ શહેર તરીકે જાહેર કરવામાં આવ્‍યું. સુપર સ્‍વચ્‍છ લીગમાં ઇન્‍દોરને સૌથી વધુ અંક પ્રાપ્‍ત થયા.

તેમજ બીજા નંબર પર સુરત અને ત્રીજા નંબરે નવી મુંબઇ છે. રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્‍તે ઇન્‍દોરને સર્વોચ્‍ચ સમ્‍માન આપવામાં આવ્‍યું. આ અંગે શહેરમાં ખુશીની લાગણી જોવા મળી છે  દેશની સૌથી સ્‍વચ્‍છ રાજધાની ભોપાલ છે. ૩ થી ૧૦ લાખની વસ્‍તી ધરાવતા શહેરોની શ્રેણીમાં, નોઇડા પ્રથમ, ચંદીગઢ, બીજા અને મૈસુર ત્રીજા ક્રમે છે. ૫૦ હજારથી ૩ લાખની વસતી ધરાવતા શહેરોની વાત કરીએ તો, નવી દિલ્‍હી મ્‍યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્‍તાર ટોચ  પર છે.

તે જ સમયે, ઇન્‍દોરે ફરી એકવાર દેશમાં સ્‍વચ્‍છતાનો ધ્‍વજ લહેરાવ્‍યો છે. સ્‍વચ્‍છ સર્વેક્ષણ ૨૦૨૪ ના પરિણામો દિલ્‍હીમાં જાહેર કરવામાં આવ્‍યા છે. છેલ્લા ૭ વર્ષથી સતત સૌથી સ્‍વચ્‍છ શહેર તરીકે ઇન્‍દોરને પસંદ કરવામાં આવ્‍યું છે. તે આઠમી વખત નંબર વન બન્‍યું છે. ઇન્‍દોર મ્‍યુનિસિપલ કોર્પોરેશન અને ત્‍યાંના સફાઈ કર્મચારીઓએ આ માટે સખત મહેનત કરી છે. આ સાથે, સામાન્‍ય લોકોમાં સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગળતિ પણ આવી છે.

સરકારના મતે, ‘સ્‍વચ્‍છ સર્વે’ મિશનનો ઉદ્દેશ્‍ય મોટા પાયે નાગરિકોની ભાગીદારીને પ્રોત્‍સાહન આપવાનો છે. આ સાથે, સમાજના તમામ વર્ગોમાં જાગળતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે જેથી તેઓ નગરો અને શહેરોને રહેવા માટે વધુ સારા સ્‍થળો બનાવવા માટે સાથે મળીને કામ કરી શકે. નવમા વર્ષમાં પ્રવેશતા, સ્‍વચ્‍છ સર્વેએ સ્‍વચ્‍છતા, કચરા વ્‍યવસ્‍થાપન અને સેવા વિતરણનું મૂલ્‍યાંકન કર્યું. તેમાં ૧૦ પરિમાણો અને ૫૪ સૂચકાંકોનો ઉપયોગ કરીને ૪,૫૦૦ થી વધુ શહેરોને આવરી લેવામાં આવ્‍યા હતા. ૨૦૨૪ના સર્વેમાં નાગરિકોની ભાગીદારી અભૂતપૂર્વ હતી.

શુ કહે છે ઈન્દોરના કલેકટર આશિષ સિંહ (જૂઓ વિડીયો)

લગભગ ૧૪ કરોડ લોકોએ સીધા સંવાદ, સ્‍વચ્‍છતા એપ, MyGov પોર્ટલ અને સોશિયલ મીડિયા દ્વારા આ પહેલમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આ માત્ર શહેરોની સ્‍વચ્‍છતા વ્‍યવસ્‍થાને જ પ્રતિબિંબિત કરતું નથી, પરંતુ નાગરિકોની બદલાતી વિચારસરણી અને સ્‍વચ્‍છતા પ્રત્‍યે વધતી સંવેદનશીલતાને પણ પ્રકાશિત કરે છે. આ વર્ષે સ્‍વચ્‍છતાના વ્‍યાપક મૂલ્‍યાંકન માટે એક સુવ્‍યવસ્‍થિત ડિજિટલ માળખું અપનાવવામાં આવ્‍યું છે, આ સર્વેનું ધ્‍યાન ઘટાડો, પુનઃઉપયોગ, રિસાયકલૅ ની વિભાવના પર હતું.

૪૫ દિવસના મૂલ્‍યાંકનમાં, ૩,૦૦૦ થી વધુ તાલીમ પામેલા લોકોએ મૂલ્‍યાંકન માટે દેશભરના હજારો વોર્ડની મુલાકાત લીધી અને સ્‍વચ્‍છતાનું વાસ્‍તવિક ચિત્ર રજૂ કરવા માટે ૧૧ લાખથી વધુ ઘરોનું નિરીક્ષણ કર્યું. રાષ્‍ટ્રીય રાજધાનીમાં વિજ્ઞાન ભવનમાં ગળહ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા આયોજિત એક સમારોહમાં રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્‍વચ્‍છ સર્વેક્ષણ ૨૦૨૪પ્ર૨૫ પુરસ્‍કારો રજૂ કર્યા.

President Droupadi Murmu presented Swachh Survekshan awards at a function organized by MoHUA_India. President told that, The basic principles of circular economy and systems of reduce-reuse-recycle are modern and widespread forms of our ancient lifestyle.

આ કાર્યક્રમમાં કેન્‍દ્રીય ગળહ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ અને અન્‍ય લોકો હાજર રહ્યા હતા. આ વખતે સ્‍વચ્‍છતા સર્વેક્ષણમાં સુપર સ્‍વચ્‍છ લીગ રાખવામાં આવી હતી. આમાં ઇન્‍દોર પ્રથમ ક્રમે આવ્‍યું છે. સુરત બીજા ક્રમે છે અને નવી મુંબઈ ત્રીજા ક્રમે છે. વિજયવાડા ચોથા નંબરે છે.

સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર સમારોહ 2024-25 માં, અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાની કહે છે, “આ અમદાવાદ માટે એક મહાન દિવસ છે કારણ કે, લાંબા સમય પછી, અમે પ્રથમ સ્થાન (10 લાખથી વધુ વસ્તીની શ્રેણીમાં) પ્રાપ્ત કર્યું છે.

છેલ્લા 10 વર્ષોમાં આ એક જબરદસ્ત સફર રહી છે, અને અમદાવાદે આ પ્રાપ્ત કરવા માટે ઘણી પહેલ કરી છે. અમદાવાદે કરેલા શ્રેષ્ઠ કાર્યોમાંનું એક કચરો ઘટાડવો, રિસાયકલ કરવો અને ફરીથી ઉપયોગ કરવો છે… અમે ખાતરી કરી છે કે ઘરે ઘરે કચરો સંગ્રહ સફળ થાય. અમે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે ભીના અને સૂકા બંને કચરાને ઉપયોગી વસ્તુઓ બનાવવા માટે અલગ અલગ પ્રોસેસિંગ પ્લાન્ટમાં રૂપાંતરિત કરવામાં આવે… શહેરમાં ઘણા કચરાથી સંપત્તિના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા…”

ઇન્‍દોરના મેયર પુષ્‍યમિત્ર ભાર્ગવને રાષ્‍ટ્રપતિ તરફથી એવોર્ડ મળ્‍યો છે. આ સાથે, મેયર પુષ્‍યમિત્ર ભાર્ગવે ઇઝરાયલથી એક વીડિયો સંદેશમાં નાગરિકોને અભિનંદન આપ્‍યા. તેમણે કહ્યું કે આ વખતે આવેલા પરિણામોમાં ઇન્‍દોર ફરી અગ્રેસર છે. ભારત સરકારે ઇન્‍દોર જેવા શહેરોને અલગ લીગમાં રાખ્‍યા હતા. તેમ છતાં, ઇન્‍દોર ટોચ પર રહ્યું. ઇન્‍દોર હવે અન્‍ય શહેરો માટે સ્‍વચ્‍છતાનું મોડેલ બની ગયું છે. આ શહેર હવે અન્‍ય લોકોને સ્‍વચ્‍છતાનો પાઠ શીખવશે. સુપર લીગમાં સમાવિષ્ટ ૨૩ શહેરોમાં ઇન્‍દોરના પણ સૌથી વધુ માર્ક્‍સ છે. ઇન્‍દોર મ્‍યુનિસિપલ કમિશનર શિવમ વર્માના નેતળત્‍વમાં દિલ્‍હીમાં છે. મેયર પુષ્‍યમિત્ર ભાર્ગવ પણ ત્‍યાં પહોંચ્‍યા છે.

ઇન્‍દોર ૨૦૧૭ થી સતત પ્રથમ આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ પણ ઇન્‍દોરની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું હતું કે જ્‍યારે અન્‍ય શહેરો કંઈક કરવાનું વિચારે છે, ત્‍યારે ઇન્‍દોરે તે કામ કરી ચૂકયું છે. સ્‍વચ્‍છતા અંગે આ બિલકુલ સાચું સાબિત થયું છે. ઇન્‍દોરના જનભાગીદારી મોડેલની સમગ્ર દેશમાં પ્રશંસા થાય છે. નવીનતાઓની શ્રેણી, પરસ્‍પર સંકલન અને કંઈક નવું કરવાનો જુસ્‍સો ઇન્‍દોરને અન્‍ય શહેરો કરતા આગળ રાખે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.