Western Times News

Gujarati News

IT વિભાગના દરોડાઃ ખોટી રીતે TDS, કરમાફીના લાભ લેનારાઓમાં ફફડાટ

અમદાવાદમાં કૌશલ ઝાલા, દર્શન પટેલ, ભાવિક શાહ પર આઈટી ત્રાટકયું-મોડાસા, લુણાવાડામાં એમ.એમ. પઠાણ, ધોરાજીમાં વિનોદ ભાણજી ઘોડાસરા પર દરોડા

(એજન્સી)અમદાવાદ, ઈન્કમટેક્ષ રીટર્ન ફાઈલીંગ કરીને ખોટીમાહિતી અને વિગતો સબમીટ કરીને ખોટી રીતે ટેક્ષ ડીડકશન એટ સોર્સ (ટીડીએસ) મેળવવા તેમજ ઈન્કમટેક્ષ એકટની જોગવાઈનો ગેરલાભ લઈને ખોટી રીતે કરમાફીના લાભ મેળવવામાં કૌભાંડમાં સંડોંવાયેલા પર આવકવેરા વિભાગ ત્રાટકયું છે.

અને સમગ્ર દેશમાં ૧પ૦ જેટલા સથળે શ્રેણીબદ્ધ દરોડાની પાડવામાં આવ્યા છે. ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં ૩ અમદાવાદ રીજીઅલમાં ૯ દસહીત ગુજરાતમાં ૧પ સ્થળે દરોડાને ધમધમાટ જોવા મળી રહયો છે. ૧. ટી વિભાગ દ્વારા અમદાવાદમાં કૌશલ ચંદ્રકાંત ઝાલા, ભાવીક ખેમચંદ શાહ, અને દર્શન દીનેશભાઈ પટેલની રેસીડેન્સીયલ અને ધંધાકીય પ્રિમાઈસીસ પર દરોડાની કાર્યવાની ચાલી રહી છે.

જયારે એમ.એમ. પઠાણના મોડાસા અને લુણાવાડામાં આવેલી રહેણાંક અને કોર્મશીયલ પ્રિમાઈસીસ તેમજ ધોરાજીમાં વિનોદ ભાણજીભાઈ ઘોડાસરાની રહેઠાણ અને ધંધાના સ્થળે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં ૩, અમદાવાદ શહેર અને રીજીઅલમાં ૯ તેમજ સુરુત અને વડોદરામાં ૬ સહીત ગુજરાતમાં ૧પ પાર્ટી પર આવકવેરા વિભાગે સામગટે દરોડા પાડવામાં આવતાં ખોટી રીતે ટીડીએસ અને કરમુકિતના લાભ મેળવનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

આવકવેરા વિભાગ દ્વારા ઈન્કમટેક્ષ રીટર્ન ફાઈલીગ કરીને ખોટી રીતે ટીડીએસ કર માફીના લાભ મેળવવા બદલ અમદાવાદ, ધોરાજી, રાજકોટ, સુરત, વડોદરા સહીતના રાજયના અન્ય શહેરોમાં દરોડા પાડયા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ટેક્ષ રીટર્ન પ્રીપેટરે ટીઆરપી ટેક્ષ પ્રેકટીશનર્સ મારફતે ઈન્કમટેક્ષ રીટર્ન આઈટીઆરમાં ખોટી માહિતી જાહેર કરીને ઈન્કમટેક્ષ એકટ ૧૯૬૧ની જોગવાઈનો દુરુપયોગ કરીને કરપાત માટે જંગી રકમનો કલેઈમ કરનારા અને કરમાફીનો ગેરલાભ લેનારાઓ વિશેની માહિતી

અને વિગતો એકત્રીત કરીને આવકવેરા વિભાગે, સહીત દેશના અન્ય રાજયોમાં પણ વ્યાપક દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. બોગસ ટીડીએસ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પ્રકારે ખોટા આઈટીઆર ફાઈલ કરનાર તમામને આઈટીઆર અપડેટ કરવા અને રીવાઈઝ રીટર્ન ફાઈલ કરવા માટે તાકીદ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.