Western Times News

Gujarati News

પ્રિયંકાના પતિ રોબર્ટ વાડરાની રૂ.૩૭.૬૪ કરોડની સંપત્તિ ઈડીએ ટાંચમાં લીધી

નવી દિલ્હી, કોંગ્રેસના નેતા અને સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડરા સામા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. હરિયાણાના શિકોહપુર ખાતે જમીન સોદામાં અનિયમિતતા આચરવાનો આરોપ વાડરા અને તેમની ૧૧ કંપની સામે લાગ્યો છે.

કેસની તપાસ દરમિયાન ઈડી દ્વારા વાડરા અને તેમની સાથે સંકળાયેલી કંપનીઓની રૂ.૩૭.૬૪ કરોડ મૂલ્યની ૪૩ અચલ સંપત્તિ પણ તપાસ એજન્સી દ્વારા ટાંચમાં લેવાઈ છે. ૫૬ વર્ષીય ઉદ્યોગપતિ અને અગ્રણી રાજકીય પરિવારના જમાઈ રોબર્ટ વાડરા સામે પ્રથમ વખત કોઈ પણ તપાસ એજન્સી દ્વારા ફરિયાદ દાખલ કરાઈ હતી.

ઈડીના સૂત્રો મુજબ, પીએમએલએ (પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈ હેઠળ રોબર્ટ વાડરા અને તેમની સાથે સંકળાયેલી સ્કાય લાઈટ હોસ્પિટાલિટી પ્રા. લિ. સહિતની અન્ય કંપનીઓની સંપત્તિ ટાંચમાં લેવાનો હુકમ થયો હતો.

નવી દિલ્હી ખાતે આવેલી રાઉસ એવન્યુ કોર્ટ સમક્ષ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ચાર્જશીટ દાખલ કરાઈ છે.વાડરાએ પોતાના પર લાગેલા આરોપોને રાજકીય કિન્નાખોરી પ્રેરિત ગણાવ્યા છે.

આ પ્રકારના આરોપો લગાવી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી તથા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના પરિવારને પરેશાન કરવાનો દાવો વાડરા કરી રહ્યા છે. જો કે તપાસ દરમિયાન વાડરા સામે મળેલાં નક્કર પુરાવાના આધારે વાડરા સાથે સંકળાયેલી સંપત્તિને જપ્ત કરવા રજૂઆત કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર ૨૦૧૮માં ગુરુગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ગુરુગ્રામના સેકટર ૮૩ શિકોહપુર ગામ ખાતે ૩.૩૫ એકર જમીન ખરીદવામાં ગેરરીતિ થઈ હોવાનુ જણાવાયું છે.

વાડરાએ પોતાની કંપની સ્કાયલાઈટ હોસ્પિટાલિટી પ્રા. લિ. માટે ૨૦૦૮માં ઓનાકારેશ્વસ પ્રોપર્ટીઝ પાસેથી રૂ.૭.૫ કરોડમાં જમીન ખરીદી હતી. આ પ્રક્રિયામાં ખોટું ડીકલેરેશન કરાયું હતું. ચાર વર્ષ બાદ વાડરાની કંપનીએ આ જમીન રીઅલ એસ્ટેટ કંપની ડીએલએફને રૂ.૫૮ કરોડમાં વેચી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.