Western Times News

Gujarati News

અમેરિકાએ ધ રેજિસ્ટેંસ ફ્રન્ટને આતંકી સંગઠન જાહેર કર્યું

ન્યુયોર્ક, જમ્મુ કાશ્મીરમાં પહલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂરથી આતંકવાદ વિરુદ્ધ અભિયાન તેજ કર્યું હતું. જેની બાદ ભારતે અલગ અલગ દેશોમાં પ્રતિનિધિમંડળ મોકલીને ભારતના આ અભિયાનને વધુ વેગ આપ્યો હતો.

જેની અસર હવે જોવા મળી રહી છે. જેના પગલે અમેરિકાએ પહલગામ આતંકી હુમલામાં બાદ જવાબદાર પાકિસ્તાન સમર્થિત ધ રેજિસ્ટેંસ ફ્રન્ટ ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ સંગઠને એપ્રિલ મહિનામાં જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલાની જવાબદારી લીધી હતી.ભારતના સતત પ્રયત્નો બાદ અમેરિકાએ એ બાબતને સ્વીકારી છે.

અમેરિકાના વિદેશ મંત્રી માર્કાે રૂબિયાએ આ અંગે જાણકારી આપી હતી. ટીઆરએફએ લશ્કરે એ તૈયબાના સાથી સંગઠન જેને યુએને પહેલા આતંકવાદી સંગઠન જાહેર કરીને તેની પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ સંગઠને ૨૨ એપ્રિલના પહલગામ હુમલાની જવાબદારી લીધી હતી જેમાં ૨૬ ભારતીય પ્રવાસીઓના મોત થયા હતા.

અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું જે ટીઆરએફને આતંકવાદી સંગઠન જાહેર કરવું એ ટ્રમ્પ વહીવટીતંત્રની રાષ્ટ્રીય સુરક્ષા હિતોનું રક્ષણ કરવા, આતંકવાદ સામે લડવા અને પહલગામ હુમલા માટે ન્યાય અપાવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

ટીઆરએફ એ પહેલગામ હુમલાની જવાબદારી લીધી હતી.જેને અમેરિકન અધિકારીઓએ લશ્કર-એ-તૈયબા દ્વારા વર્ષ૨૦૦૮ ના મુંબઈ હુમલા બાદ ભારતમાં નાગરિકો પરનો સૌથી ઘાતક આતંકવાદી હુમલો ગણાવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.