ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું ૫૧.૫૮ ટકા પરિણામ જાહેર

અમદાવાદ, શિક્ષણ બોર્ડે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું ૫૧.૫૮ ટકા પરિણામ જાહેર કર્યું છે. ૩૩ હજાર કરતા વધુ વિદ્યાર્થીએ પૂરક પરીક્ષા આપી હતી. જે પૈકી ૧૭ હજારથી વધુ વિદ્યાર્થીઓ પાસ થવામાં સફળ રહ્યા છે.
પૂરક પરીક્ષામાં વિદ્યાર્થિનીઓ મેદાન મારી ગઈ છે. વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતા ૮.૬૧ ટકા વધુ આવ્યું છે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું ગુરુવારે પરિણામ જાહેર કરાયું છે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં નાપાસ થયેલા ૪૦૮૬૫ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે નોંધાયા હતા. જે પૈકી ૩૩૭૩૧ વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પૈકી ૧૭૩૯૭ વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થવામાં સફળ રહ્યા છે. આમ, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું સમગ્ર રાજ્યનું ૫૧.૫૮ ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં ૨૪૬૬૫ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૨૧૪૯૫ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને ૧૦૪૧૫ વિદ્યાર્થી પાસ થયા હતા. આમ, વિદ્યાર્થીઓનું પૂરક પરીક્ષાનું પરિણામ ૪૮.૪૫ ટકા આવ્યું છે.
જ્યારે ૧૬૨૦૦ વિદ્યાર્થિનીઓ પરીક્ષા માટે નોંધાઈ હતી. જેમાંથી ૧૨૨૩૬ વિદ્યાર્થિનીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહી હતી અને ૬૯૮૨ પાસ થઈ છે. આમ, વિદ્યાર્થિનીઓનું પરિણામ ૫૭.૦૬ ટકા આવ્યું છે.
આમ, પૂરક પરીક્ષાના પરિણામમાં વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતા ૮.૬૧ ટકા વધુ આવ્યું છે. પ્રવાહ પ્રમાણે પરિણામ જોઈએ તો, સામાન્ય પ્રવાહનું ૫૧.૫૩ ટકા, વ્યવસાયલક્ષી પ્રવાહનું ૫૦ ટકા અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહનું ૬૩.૭૦ ટકા પરિણામ આવ્યું છે. જ્યારે પૂરક પરીક્ષાનું નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ ૫૭.૦૮ ટકા, રિપીટર વિદ્યાર્થીઓનું ૩૩.૧૨ ટકા, નિયમિત વિદ્યાર્થીઓનું ૫૨.૫૧ ટકા અને ર્ય્જીંજી રિપીટર વિદ્યાર્થીઓનું ૩૭.૮૩ ટકા પરિણામ આવ્યું છે.
આ ઉપરાંત સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષા માટે નોંધાયેલા ૪૩ વિદ્યાર્થીઓ પૈકી ૩૮ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને ૩૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ, મધ્યમાનું પરિણામ ૮૯.૪૭ ટકા આવ્યું છે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં પણ પરિણામ સુધારવા માટે પાસ થયેલા ૧૭૭ જેટલા વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી હતી.
જોકે, પરીક્ષા દરમિયાન માત્ર ૮૪ વિદ્યાર્થીઓ જ ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી ૬૬ વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો થયો છે. જ્યારે ૧૮ વિદ્યાર્થીઓના પરિણામ યથાવત રહેવા પામ્યા હોવાનું જાણવા મળે છે. પરિણામમાં સુધારો થયો હોય તેવા વિદ્યાર્થીઓમાં નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા ૬૪ જેટલી છે. જ્યારે ૨ વિદ્યાર્થીઓ ર્ય્જીંજીના નિયમિત વિદ્યાર્થીઓ છે.SS1MS