Western Times News

Gujarati News

‘ગલ્લી બોય ૨’માં અભિનેતા ઇશાન ખટ્ટર જોવા મળશે

મુંબઈ, સિદ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર બંને આ જનરેશનના ટેલેન્ટેડ કલાકારો છે, બંનેની દોસ્તી પણ જાણીતી છે. તાજેતરમાં તે બંને એક જાહેરખબરમાં પણ સાથે દેખાયા છે. પરંતુ તેમનો અન્ય એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, જેમાં તેણે એક એવો ધડાકો કર્યાે છે, જેની કોઈને કલ્પના પણ નહોતી.

તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં અચાનક પરંતુ ઇરાદાપૂર્વક એવું કહ્યું કે, ઇશાન ખટ્ટર ‘ગલી બોય ૨’માં જોવા મળશે. આવી સિક્વલ કે ક્રોસ ઓવરની કોઈને આશા નહોતી. સિદ્ધાંત ચતુર્વેદીની ‘ધડક ૨’ આવી રહી છે, તેના સંદર્ભે આ ઇન્ટરવ્યૂ હતું. તેણે કહ્યું કે તેણે ફિલ્મ સાઇન કરી ત્યાં સુધી એને ખબર નહોતી કે તેની ફિલ્મનું નામ ‘ધડક ૨’ છે.

સિદ્ધાંતે કહ્યું, “ખરેખર શરૂઆતમાં એવું થયું હતું, મેં એક ફિલ્મ સાઇન કરી હતી, એ વખતે એ ફિલ્મનું નામ નક્કી થયું નહોતું, અમને એ પણ ખબર નહોતી કે આ ફિલ્મનું નામ ‘ધડક ૨’ હશે.”

આગળ તેણે જણાવ્યું કે ઇશાને આ વાતનો ભાંડો ફોડ્યો હતો, “હું ઇશાનને એક ફિલ્મના સ્ક્રીનિંગમાં મળ્યો હતો, એ ઝોયાએ એક ફિલ્મ માટે રાખ્યું હતું. તેમાં ઇશાને કહ્યું, “ઓહ, તો તું ધડક ૨ કરે છે, અને મને થયું, “તને કઈ રીતે ખબર, મને જ ખબર નથી.” આમ એને કોઈ રીતે પહેલા ખબર પડી ગઈ હતી, પછી મને એની વાતમાંથી ખબર પડી હતી.

પછી બધાને ધીરે ધીરે ખબર પડી હતી. એ વખતે અડધી સ્ક્રિપ્ટનું શૂટિંગ થઈ ચૂક્યું હતું. મને ખબર નહોતી અને એને ખબર હતી.”સિદ્ધાંતે ધડક માટેનું શ્રેય ઇશાનને આપતા કહ્યું, “એ બરાબર પણ છે, એણે આ ળેન્ચાઇઝી શરુ કરી હતી અને તેણે બહુ જ સારુ કામ કર્યું હતું.

મને એટલું ખબર છે કે આ ફિલ્મ કમ સે કમ એ અપેક્ષાઓ પર તો ખરી ઉતરશે.” પછી સિદ્ધાંતે બોમ્બ ફોડ્યો હતો. તેણે કહ્યું, “અમારો એકફ્ અંદરનો જોક છે, તમને ખબર છે અજનબીનો અક્ષય કુમાર? આ ધડક ૨ વિરુદ્ધ ગલી બોય ૨ જેવું છે.

બંને કલાકારના રોલ સ્વિચ થઈ જશે.”તેનો અર્થ એવો થશે કે ઇશાન ગલી બોયની દુનિયામાં એન્ટ્રી કરી શકે છે જ્યારે સિદ્ધાંત ધડક ળેન્ચાઇઝીને આગળ વધારશે. સિદ્ધાંતે એમસી શેર તરીકે ગલી બોયથી ૨૦૧૯માં ડેબ્યુ કર્યુ હતું.

રણવીર સિંહના મેન્ટર તરીકે તે છવાઈ ગયો હતો. જ્યારે ઇશાને જ્હાન્વી કપૂર સાથે ૨૦૧૮માં ધડક સાથે ડેબ્યુ કર્યું હતું. જો ખરેખર આવું સ્વિચ ઓવર થયું તો જાણે એક આખું ચક્કર પુરું થશે.

જોકે, ઝોયા અખ્તર તરફથી હજુ સુધી આ અંગે કોઈ કન્ફર્મેશન આવ્યું નથી.સિદ્ધાંતની ધડક ૨ શાઝિયા ઇકબાલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને ધર્મા પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે, તેમાં તેની સાથે તૃપ્તિ ડિમરી છે, આ તમિલ ફિલ્મ પરિયમ પેરુમલની રીમેક છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.