Western Times News

Gujarati News

રિલાયન્સ રિટેલે કેલ્વિનેટર હસ્તગત કરી: ભારતના કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માર્કેટમાં નવા યુગનો પ્રારંભ

મુંબઈ, રિલાયન્સ રિટેલે આજે કેલ્વિનેટરના સીમાચિન્હરૂપ હસ્તાંરણની જાહેરાત કરી છે. આ એક વ્યૂહાત્મક પગલું છે જે ભારતના ઝડપથી વિકસી રહેલા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ક્ષેત્રમાં રિલાયન્સ રિટેલના પ્રભુત્વને નોંધપાત્ર રીતે સુદૃઢ બનાવશે. આ હસ્તાંતરણ સમગ્ર ભારતમાં ગ્રાહકોને અપ્રતિમ મૂલ્ય અને પસંદગી પૂરી પાડીને ભારતમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ ક્ષેત્રના ભવિષ્યને નવો આકાર આપવાની રિલાયન્સ રિટેલની અતૂટ પ્રતિબદ્ધતાનો પૂરાવો છે. Reliance Retail Acquires Kelvinator

 કેલ્વિનેટર એક સદી કરતાં પણ વધુ સમયથી વિશ્વાસ અને નવીનતાનો પર્યાય બની રહેલી બ્રાન્ડ છે. તેણે વૈશ્વિક સ્તરે ગૃહવપરાશ માટે ઇલેક્ટ્રિક રેફ્રિજરેશનની શરૂઆત કરી હતી. ભારતમાં તેણે 1970 અને 80ના દાયકામાં તેની યાદગાર ટેગલાઇન “ધ કૂલેસ્ટ વન” સાથે એક અગ્રણી સ્થાન હાંસલ કર્યું હતું. તે આજે પણ પોતાની અદ્યતન ટેકનોલોજીઉત્કૃષ્ટ કાર્યક્ષમતાલાંબા સમય સુધી ટકનારી ગુણવત્તા અને અસાધારણ મૂલ્ય પૂરું પાડવા માટે જાણીતી છે.

 આ હસ્તાંતરણ અપેક્ષાપૂર્ણ જીવનશૈલીનો વ્યાપ વિસ્તારવાની રિલાયન્સ રિટેલની પરિકલ્પના સાથે વ્યૂહાત્મક રીતે સુસંગત છે. કેલ્વિનેટરના નવીનતાના સમૃદ્ધ વારસાને રિલાયન્સ રિટેલના વ્યાપક અને અપ્રતિમ રિટેલ નેટવર્ક સાથે એકીકૃત કરીનેકંપની ભારતમાં ઝડપથી વિસ્તરી રહેલા પ્રિમિયમ હોમ એપ્લાયન્સીસના બજારમાં નોંધપાત્ર ગ્રાહક મૂલ્યને વિસ્તૃત બનાવવા અને વૃદ્ધિને વેગ આપવા માટે સુસજ્જ થઈ છે. આ તાલમેલ સુનિશ્ચિત કરશે કે ઉચ્ચ-ગુણવત્તાશીલ તેમજ વૈશ્વિક-માપદંડ ધરાવતી પ્રોડક્ટ્સ દરેક ભારતીય ઘર સુધી પહોંચી તેમની રોજિંદી જીવનશૈલીને ઉન્નત બનાવશે.

 ટેક્નોલોજીને સુલભસાર્થક અને ભવિષ્ય માટે તૈયાર બનાવીને દરેક ભારતીયની વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતોને પરિપૂર્ણ કરવી એ જ અમારું હંમેશનું લક્ષ્ય રહ્યું છે,” એમ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના (RRVL) એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા એમ. અંબાણીએ જણાવ્યું હતું. “કેલ્વિનેટરનું હસ્તાંતરણ એ એક મહત્વની ક્ષણ છેતે ભારતીય ગ્રાહકો સમક્ષ વિશ્વસનીય વૈશ્વિક નવીનતાઓની અમારી પ્રસ્તુતિઓને નોંધપાત્ર રીતે વ્યાપક બનાવવા અમને બળ પૂરું પાડશે. તેને અમારા અજોડ કદવ્યાપક સેવા ક્ષમતાઓ અને બજાર-અગ્રણી વિતરણ નેટવર્કનું સબળ સમર્થન છે.”

 કેલ્વિનેટર હવે રિલાયન્સ રિટેલની સબળ ઇકોસિસ્ટમમાં મજબૂત રીતે એકીકૃત થયું છે. આ કારણથી રિલાયન્સ રિટેલ વ્યૂહાત્મક રીતે આ કેટેગરીની વૃદ્ધિને વેગવાન બનાવવાગ્રાહકોને ગાઢ રીતે જોડવાઅને ભારતના ગતિશીલ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માર્કેટમાં અમાપ લાંબા-ગાળાની તકોને ઉજાગર કરવા સક્ષમ બન્યું છે. આ પગલું ભારતીય ગ્રાહકોની સતત બદલાઈ રહેલી માંગની ધારણા કેળવવાની સાથે-સાથે રિટેલ ફલકમાં પોતાની નિર્વિવાદ અગ્રણી તરીકેની સ્થિતિને મજબૂત બનાવવાની રિલાયન્સ રિટેલની મહત્તાવાકાંક્ષાને પરિપૂર્ણ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.