અફઘાનિસ્તાન, મ્યાનમાર અને તિબેટ સહિત ભારતના કેટલાંક રાજ્યમાં ભૂકંપ આવ્યો

નવી દિલ્હી, ઉત્તરાખંડના ચમોલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૩ નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર ૧૦ કિ.મી. ઊંડે હતું.
આ ઉપરાંત અફઘાનિસ્તાન, મ્યાનમાર અને તિબેટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં ૪.૨ અને ૪.૦ ની તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા. તેનું કેન્દ્ર અનુક્રમે ૧૯૦ કિમી અને ૧૨૫ કિ.મી. હતું.
આ દરમિયાન તિબેટમાં ૩.૬ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેનું કેન્દ્ર ૧૦ કિ.મી. ઊંડે હતું. જ્યારે મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૭ હતી અને તેનું કેન્દ્ર જમીનથી ૧૦૫ કિ.મી. ઊંડે હતું. બુધવાર-ગુરુવારે રાત્રે હરિયાણાના રોહતકમાં ભૂકંપ આવ્યો હતો અને ગુરુવારે બપોરે, ઝજ્જરમાં ભૂકંપને કારણે ધરાં ધ્›જી ઉઠી હતી. હરિયાણાના રોહતકમાં ભૂકંપની તીવ્રતા ૩.૩ માપવામાં આવી હતી અને ઝજ્જરમાં ભૂકંપની તીવ્રતા ૨.૫ માપવામાં આવી હતી.
જોકે, આ બંને ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.જ્યારે પૃથ્વીની સપાટી નીચે ટેક્ટોનિક પ્લેટો અથડાય છે, સરકે છે અથવા અલગ થાય છે ત્યારે ભૂકંપ આવે છે. પૃથ્વીનો બાહ્ય સ્તર, જેને ક્રસ્ટ કહેવાય છે, તે અનેક વિશાળ ટેક્ટોનિક પ્લેટોમાં વહેંચાયેલો છે.
આ પ્લેટો ધીમી ગતિએ આગળ વધતી રહે છે. જ્યારે તેમની વચ્ચે અથડામણ, લપસણ અથવા જગ્યા બને છે, ત્યારે ઉત્પન્ન થતી ઊર્જા ભૂકંપના તરંગોના સ્વરૂપમાં મુક્ત થાય છે, જેના કારણે પૃથ્વી ધ્›જે છે અને ભૂકંપ આવે છે.SS1MS