Western Times News

Gujarati News

સરકાર વિશેષ કોર્ટાે નહીં બનાવે તો UAPA, એનઆઈએના આરોપીઓને છોડી મૂકવા પડશે: સુપ્રીમ

નવી દિલ્હી, એનઆઇએ, યુએપીએ જેવા વિશેષ ધારા હેઠળના કેસો ચલાવવા અદાલતો ઊભી ન કરવા બદલ કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે જો સત્તાવાળાઓ એનઆઈએ કાયદા અને અન્ય વિશેષ કાયદાઓ હેઠળ ઝડપી ટ્રાયલ ચલાવવા માટે જરૂરી માળખાગત સુવિધાઓ ધરાવતી અદાલતો સ્થાપિત કરવામાં નિષ્ફળ જશે તો આરોપીને જામીન પર મુક્ત કરવાની કોર્ટને ફરજ પડશે.

ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની ખંડપીઠે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ રાજકુમાર ભાસ્કર ઠાકરેને જણાવ્યું હતું કે હાલની અદાલતોને વિશેષ અદાલતો તરીકે નિયુક્ત કરવી તે કોર્ટાેને રિલેબલ કરવા માટે હાઇકોર્ટ પર બળજબરી કરવા સમાન છે.

એનઆઈએ કાયદા અને અન્ય વિશેષ કાયદાઓ હેઠળના કેસોમાં ઝડપી સુનાવણી માટે વિશેષ અદાલતોની સ્થાપના માટે કોઈ અસરકારક કે નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.

ખંડપીઠે જણાવ્યું હતું કે તેના આદેશોથી વિપરીત એવી છાપ ઉભી કરાઈ છે કે એનઆઈએ કાયદા હેઠળ હાલની કોર્ટને વિશેષ કોર્ટ તરીકે નિયુક્ત કરવાથી આદેશોનું પૂરતું પાલન થશે. હાલની કોર્ટને વિશેષ અદાલતો તરીકે નિયુક્ત કરવાથી કાચા કામના કેદીઓ,જેલમાં બંધ કેદીઓને ભોગવવું પડે છે.

નક્સલવાદ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા કૈલાશ રામચંદાનીની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો. ૨૦૧૯માં આઈઈડી વિસ્ફોટમાં રાજ્ય પોલીસની ક્વિક રિસ્પોન્સ ટીમના ૧૫ પોલીસકર્મીઓ મોત પછી તેમની ધરપકડ કરાઈ હતી.

સુપ્રીમ કોર્ટે ૧૭ માર્ચના પોતાના અગાઉના આદેશને યાદ કરીને જણાવ્યું હતું કે જો કેન્દ્ર અને રાજ્ય સરકાર એનઆઈએ કેસોની સુનાવણી માટે વિશેષ અદાલતની સ્થાપના કરવામાં નિષ્ફળ જશે, તો આગામી સુનાવણીમાં જામીન માટેની તેમની અરજી પર વિચારણા કરાશે. કોર્ટ કરેલા અવલોકનો અનુસાર નિર્ણય લેવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને છેલ્લી તક આપવામાં આવે છે. સર્વાેચ્ચ અદાલતે આ મામલાની સુનાવણી ચાર સપ્તાહ સુધી મોકૂફ રાખી હતી.

હાઈકોર્ટની મંજૂરીથી એનઆઈએ કેસ માટે મુંબઈમાં એક ખાસ કોર્ટની નિમણૂક કરવામાં આવી છે તેવી સરકારી વકીલે રજૂઆત કરતાં ખંડપીઠે જણાવ્યું હતું કે બીજા અરજદારોના ભોગે આવું શા માટે કરવું જોઈએ? જો તમે નવા કાયદા લાવી રહ્યા છો, તો તમારે પૂરતું ઇન્ળાસ્ટ્રક્ચર ઊભું કરવું જોઇએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.