સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી, ૫૫% સુધી ભરાયો

રાજપીપળા, આ વખતે ચોમાસાની શરૂઆતથી જ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં સારો વરસાદ નોંધાયો છે. જેના કારણે પાણીની પણ સારી એવી આવક થઈ રહી છે. સારા વરસાદના કારણે નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે.આ સિવાય ઉપરવાસમાં ૬૮,૭૮૬ ક્યુસેક પાણીની આવક થઈ છે.
પાણીની આવક થતાં આરબીપીએચના ૩ અને સીઆરપીએચનું ૧ પાવર હાઉસ ચાલુ કરાયું છે.મળતી માહિતી મુજબ, સારા વરસાદના કારણે નર્મદા નદીના સરદાર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની સારી એવી આવક થઈ છે. હાલ, ઉપરવાસમાં પાણીની આવક ૬૮૭૮૬ ક્યુકેસ નોંધાઈ છે.
નર્મદા ડેમની સપાટી પણ ૧૨૧.૪૦ મીટરે પહોંચી છે. નર્મદા ડેમ અત્યાર સુધીમાં ૫૫ ટકા સુધી ભરાઈ ગયો છે. ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે.નોંધનીય છે કે, રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૩૧,૩૪૭ મિલિયન ક્યુબિક ફીટની ક્ષમતા સામે કુલ સંગ્રહ ક્ષમતાના ૫૯.૩૭% પાણી ભરાયેલું છે.
કુલ ૨૦૬ ડેમો પૈકી, ૨૬ ડેમો ૧૦૦% ભરાયેલા છે, જ્યારે ૫૮ ડેમો ૭૦%થી ૧૦૦% વચ્ચે ભરાયેલા છે. ૪૦ ડેમો ૫૦%થી ૭૦% વચ્ચે ભરાયા છે, અને ૪૨ ડેમો ૨૫%થી ૫૦% વચ્ચે ભરાયેલા છે. હાલમાં ૪૦ ડેમો ૨૫%થી નીચે ભરાયેલા છે. રાજ્યના ૪૦ ડેમો હાઇ ઍલર્ટ પર છે, ૨૪ ડેમો ઍલર્ટ મોડ પર છે, અને ૨૦ ડેમોને વો‹નગ આપવામાં આવી છે.SS1MS