Western Times News

Gujarati News

અક્ષય કુમાર દેશના ૬૫૦ સ્ટંટમેનનો રક્ષક બન્યો

મુંબઈ, અક્ષય કુમારની ઉદારતા અને કાબીલે દાદ કામનો એક ઉત્તમ નમુનો સામે આવ્યો છે. તાજેતરમાં એક સ્ટંટ મેન એસ.રાજુનું એક તમિલ ફિલ્મના શૂટિંગ વખતે અકસ્માતમાં અવસાન થયું હતું. આ ઘટના પર ઘણા કલાકારો અને કસબીઓએ દુઃખ વ્યક્ત કર્યું પરંતુ અક્ષય કુમારે આ ઘટનાને પગલે નક્કર પગલાં લીધાં છે.

તેણે દેશભરનાં ૬૫૦ સ્ટંટમેન અને સ્ટંટવુમન માટે વીમા સુરક્ષા પુરી પાડવાનો નિર્ણય લીધો છે. આ કસબીઓ દરેક ફિલ્મનાં જોખમો પોતે ખેડતાં હોય છે અને પડદા પર તેનું શ્રેય હિરો અને હિરોઇનને મળતું હોય છે. તેમની સ્થિતિ અંગે મોટા ભાગે અવગણના કરાતી હોય છે, ત્યારે અક્ષય કુમારના આ નિર્ણયને ખૂબ વખાણવામાં આવી રહ્યો છે.

સેટ પર ઘણા સ્ટંટ આર્ટીસ્ટ કોઈ અકસ્માતનો ભોગ બને ત્યારે તેમને પુરતા સાધન અને સુવિધાઓ પણ ઘણી વખત મળતાં નથી. તેમાંથી ઘણા તો એવા હોય છે, જેમની પાસે કોઈ મેડિકલ ઇન્શ્યોરન્સ પણ હોતાં નથી. ત્યારે અક્ષય કુમારે તેમનાં કામની નોંધ લઇને તેમનું ભવિષ્ય થોડું સુરક્ષિત કરવા પ્રયત્ન કર્યા છે.

તેના આ કામ બદલ ‘ધડક ૨’, ‘જિગરા’, ‘ગુંજન સક્સેના’, ‘અંતિમ’, ‘ઓએમજી ૨’જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલા પીઢ સ્ટંટમેન વિક્રમ સિંહ દહિયાએ અક્ષય કુમારનો આભાર માન્યો છે. તેમણે કહ્યું, “અક્ષય સરના આભારી છીએ કે, હવે બોલિવૂડના લગભગ ૬૫૦-૭૦૦ સ્ટંટમેન ને એક્શન ક્‰ને હવે ઇન્શ્યોરન્સ મળી ગયું છે.

એમણે એવી પોલિસી લેવડાવી છે, જેમાં હેલ્થ અને એક્સિડન્ટ બંને કવર થઈ જાય છે. જો કોઈ સ્ટંટ પર્ફાેર્મર સેટ પર કે સેટ બહાર ઘાયલ થાય છે, તો તેમને કેશલેસ સારવાર મળી શકે છે અને તેની મર્યાદા ૫થી ૫.૫ લાખના ખર્ચ સુધીની છે.”

અક્ષય કુમારના પ્રયત્નોને કારણે સમગ્ર સ્ટંટ કોમ્યુનિટીએ તેના ખુબ વખાણ કર્યા છે અને તેણે સાબિત પણ કર્યું છે કે જેમની પાસે સત્તા અને પૈસા છે, તેઓ કઈ રીતે પરિવર્તન લાવી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.