નિયા શર્માનો બાર્બી ડોલ લુક વાયરલઃ પિન્ક ડ્રેસમાં મચાવી ધમાલ

મુંબઈ, લોકપ્રિય ટીવી અભિનેત્રી નિયા શર્મા ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. હકીકતમાં અભિનેત્રીનો બાર્બી ડોલ લુક ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને તેને જોઈને યૂઝર્સ દિવાના થઈ ગયા છે. અભિનેત્રીની આ નવી તસવીરોમાં ખુબ સુંદર લાગી રહી છે.આ દિવસોમાં નિયા શર્મા ટીવી કુકિંગ રિયાલિટી શો ‘લાફ્ટર શેફ્સ ૨’માં જોવા મળી રહી છે.
તાજેતરમાં નિયા બાર્બી ડોલનો ડ્રેસ પહેરીને શોમાં પહોંચી હતી. નિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના આ સુંદર લુકની ઘણી તસવીરો પણ શેર કરી હતી, જે અપલોડ થતાંની સાથે જ વાયરલ થઈ હતી.આ તસવીરોમાં નિયા શર્માએ રફલ ડિઝાઇન સાથે આૅફ-શોલ્ડર શોર્ટ પિંક ડ્રેસ પહેર્યાે છે. અભિનેત્રીએ વાળમાં બન અને ગ્લોસી મેકઅપથી પોતાનો લુક પૂર્ણ કર્યાે હતો.
નિયા તેના આ લુકમાં એકદમ બાર્બી ડોલ જેવી લાગી રહી છે.ઘણી તસવીરોમાં અભિનેત્રી તેના મેકઅપ રૂમમાં ટચ-અપ કરાવતી વખતે પોઝ આપી રહી છે. તેની સ્ટાઇલ જોઈને ચાહકો અભિનેત્રી પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
નિયા શર્માની આ તસવીરો લગભગ બે કલાક પહેલા જ અપલોડ કરવામાં આવી હતી અને તેને હજારો લાઈક્સ અને ઘણી કોમેન્ટ્સ મળી ચુક્યા છે.
અન્ય એક ફોટામાં, નિયા શર્મા લોકપ્રિય કોમેડિયન સુદેશ લાહિરી સાથે પોઝ આપતી જોવા મળી હતી. હકીકતમાં, તેમની જોડી ‘લાફ્ટર શેફ્સ ૨’ માં સાથે કુકીંગ કરે છે.SS1MS