Western Times News

Gujarati News

‘સતરંગી રે’ ગીતથી પ્રેરિત ફેશન કલેક્શને પેરિસમાં ધૂમ મચાવી

મુંબઈ, ભારતીય ફેશન ડિઝાઇનર રાહુલ મિશ્રા ગયા અઠવાડિયે પોતાના સતરંગી કલેક્શનથી પેરિસમાં છવાયેલા રહ્યા. હવે તેમના કલેક્શનથી જ નવી દિલ્હી ખાતે યોજાનાર ઇન્ડિયન કુટ્યોર વીકનું ઉદ્ઘાટન થવાનું છે.

તેઓ જણાવે છે કે તેમને ૨૦૨૫નાં કલેક્શન માટે ઓસ્ટ્રીયન ચિત્રકાર ગુસ્તોવ ક્લિમ્ટમાંથી પ્રેરણા મળી છે. ૩૦૦થી વધુ કલાકારોએ હજારો કલાકની મહેનત પછી તેમના આ કલેક્શનના પીસ તૈયાર કર્યાં છે. ગુલઝારના ગીત ‘સતરંગી રે’થી પ્રેરાઇને આ ‘બિકમિંગ લવ’ કલેક્શનમાં પ્રેમની દિલકશીથી મૌત સુધીની સાત તબક્કાની સફર દર્શાવવામાં આવી છે.

એક ઇન્ટરવ્યુમાં આ કલેક્શન અંગે વાત કરતા રાહુલ મિશ્રાએ જણાવ્યું, “આ એક એવું રેર કલેક્શ છે, જેમાં પ્રેમનું સંપુર્ણ ભાવનાત્મક વિશ્વ, અનોખી રીતે ભારતની ઊંડા સુફી કાવ્યોનો આધાર લેવાયો છે.

જ્યારે અમે આ કલેક્શન બનાવવાનું શરૂ કર્યું ત્યારે મારા મનમાં એક ગીત સતત રમ્યાં કરતું હતું. થોડાં મહિનાઓ પહેલાં જ્યારે અમે પ્રેમના તબક્કાઓ પર અભ્યાસ કરતાં હતાં, કવિતાઓ, સાહિત્ય, કસબ, ફિલ્મ અને કલાઓ, ત્યારે મારા સ્ટુડિયોમાં એક જ ગીત વાગતું હતું. મેં એ ગીત આખી ટીમને સંભળાવ્યું. હું ઇચ્છતો હતો કે મેં જે અનુભવ્યું એ, એ લોકો પણ અનુભવે. એ આર રહેમાનનું સંગીત કેવું તમારા મનમાંથી હટતું નથી, ગુલઝાર સાહેબના સોંસરવા ઉતરી જાય એવા શબ્દો, સંતોષ સિવાનનાં ધબકારા અટકાવી દે એવાં દૃશ્યો, મણિરત્નમનું કાવ્યાત્મક ડિરેક્શન બધું જ તમારા મન પર પ્રેમના રંગો, અવાજ અને મૌનને રજૂ કરે છે.”

આ કલેક્શની ડિઝાઇન આ ગીતથી પ્રેરિત નથી પણ તેનો જુસ્સો એવો જ છે. આ ગીત માત્ર એક સંદર્ભ નહીં પણ એક સીમાચિહ્ન સમાન હતું.

રાહુલ મિશ્રાએ આગળ જણાવ્યું, “આ ગીત આપણને યાદ અપાવે છે કે પ્રેમ કઈ રીતે નિર્દાેષ હોય કે પછી લત લગાડી દે એવો હોય, નાજુક હોય કે ઘાતક હોય, પવિત્ર હોય કે પછી એક જ ક્ષણમાં પાયમાલ કરી નાખે એવો હોય. દિલકશીથી મોત સુધીનો દરેક તબક્કો તમને સતરંગીમાં મળશે.

આ ગીતમાં એક યુનિવર્સલ અપીલ છે, છતાં બિલકુલ અંગત લાગે છે. તેના કારણે મને આ કલેક્શન તૈયાર કરવાનો મૂડ બનાવવામાં મદદ મળી, તેના કારણે આ કલેક્શનનું ઇમોશનલ આર્કિટેક્ચર તૈયાર થઈ શક્યું.

આ સમગ્ર કલેક્શનમાં પ્રેમના દરેક તબક્કાનું અલગ કલેક્શન હોય એવું લાગશે. ૩૦૦થી વધુ કારીગરોની ટીમે હજારો કલાકોની મહેનતથી આ કલેક્શન તૈયાર કર્યું છે. દરેક પીસ સંપુર્ણપણે હાથથી બનેલો છે. ”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.