Western Times News

Gujarati News

ગાઝિયાબાદમાં એમ્બ્યુલન્સ કાવડિયાના ગ્રૂપ પર ફરી વળતાં બેનાં મોત

File

(એજન્સી)ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એમ્બ્યૂલન્સે ભયંકર અકસ્માત સર્જોય છે. અહીં મોદીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમ્બુલન્સ કાવડિયાઓના ગ્રૂપ પર ફરી વળી છે.

એટલું જ નહીં સ્કૂટી અને બાઈકને ટક્કર વાગતાં બંને હવામાં ફંગોળાયા છે. અકસ્માતમાં બે કાવડિયાના મોત અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. નાયબ પોલીસ કમિશનર સુરેન્દ્ર નાથે અકસ્માત અંગે કહ્યું કે, ‘મોદીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કદરાબડા પાસે દિલ્હી-મેરઠ રોડ પર એક રેસ્ટોરન્ટ પાસે અકસ્માત સર્જાયો છે.

અહીં રોંગ સાઈડ પર દોડી રહેલી એમ્બ્યુલન્સે એક સ્કૂટી અને એક બાઈકને જોરદાર ટક્કર મારી છે. બંને વાહનો પર કાવડિયા હતા, જેમાંથી બેના મોત અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ એમ્બ્યુલન્સ ભાજપ ધારાસભ્ય મંજૂ શિવાચની હોસ્પિટલનું હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘વાહન પર સવાર શ્રદ્ધાળુઓ પવિત્ર ગંગાજળ લેવા માટે હરિદ્વાર જઈ રહ્યા હતા,

જ્યારે મેરઠની હોસ્પિટલમાં દર્દીને મૂકી આવ્યા બાદ એમ્બ્યુલન્સ રોંગ સાઈડ પર દોડી રહી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ તુરંત દોડી આવી હતી અને તમામ ઈજાગ્રસ્તોને ખાનગી મેડિકલ કાલેજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.