થરાદ જૈન સંઘ અને રાજેન્દ્ર નવયુગ મંડળ આયોજિત આરોગ્ય કેમ્પનું આયોજન

અમદાવાદ, થરાદ જૈન સંઘ અને રાજેન્દ્ર નવયુગ મંડળ આયોજિત આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ બાબુભાઈ મફતલાલ સંઘવીની પુણ્યતિથિ નિમિત્તે તેમના સુપુત્ર રોહિતભાઈ બી સંઘવી બેન્કર, લાયન્સ ક્લબ ના લાભાર્થે યોજાયેલ મેગા આરોગ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં બ્લડ ડોનેશન કેમ્પ આંખની તપાસ હૃદયને લગતી તપાસ હાડકાને લગતી તપાસ દાંતની તપાસ સારવાર તથા નજરે નજીવા દરે ચશ્માનો વિતરણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન તથા એલિસ બ્રિજ વિસ્તારના ધારાસભ્ય અમિતભાઈ શાહ તથા દરીયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ તથા નવરંગપુરા વોર્ડના કાર્યકર તથા નવરંગપુરના કોર્પોરેટર વંદનાબેન હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ આ મેઘા કેમ્પનો લાભ લીધો હતો.