ટેન્કરમાં હરિયાણાથી અમદાવાદ લઇ જવાતો પોણા બે કરોડનો દારૂ ઝડપાયો

પ્રતિકાત્મક
વડોદરા, વડોદરાના કરજણ પાસેથી જ્વલનશીલ એલપીજી ગેસ ભરેલા એક ટેન્કરમાંથી પોણા બે કરોડનો દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમો પેટ્રોલીંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે, એક ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ભરૂચથી મુંબઇ-દિલ્હી હાઇવે પર થઇને વડોદરાથી અમદાવાદ તરફ જનાર છે.
જે બાદ ટીમોએ કરજણ પોલીસ મથકની હદમાં વોચ ગોઠવી હતી. તેવામાં બાતમીથી મળતું ટેન્કર આવતા તેને રોકવામાં આવ્યું હતું. તેમાં ચાલક મળી આવ્યો હતો.
તેણે પોતાનું નામ ફગલુરામ ઉમારામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. ટેન્કરમાં જ્વલનશીલ પદાર્થ લખેલું હોવાથી પોલીસ કોઇ રિસ્ક લઇ શકે તેમ ના હતી.
બાદમાં ફાયર બ્રિગેડના જવાનોને જાણ કરવામાં આવી હતી. તેમની હાજરીમાં જ ટેન્કરના પાછળના ભાગે ગેસ કટર વડે કાપીને રસ્તો બનાવવામાં આવ્યો હતો.ટેન્કરમાંથી ઇંગ્લીશ દારૂની ૨૦,૩૪૦ બોટલ ભરેલી ૧૧૩૧ પેટી મળી આવી હતી. પોલીસે ૧.૭૭ કરોડનો દારૂ સહિત કુલ રૂ. ૧.૮૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે.
હજી પણ આ દારૂનો જથ્થો અંદર કયા રસ્તે મુકવામાં આવ્યો તે વાત પોલીસ માટે કોયડો જ છે. આ કાર્યવાહીમાં ચાલકની પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, બાડમેરના રૂગારામ જાખડે ગુજરાતમાં વિદેશી દારૂની ગાડીઓ ગુજરાતમાં મોકલનાર અનિલ જગદીશપ્રસાદ (રહે. સિકર, રાજસ્થાન) અને મુનીમ મનીષ ભાઇજીનો સંપર્ક કરાવ્યો હતો. દારૂ ભરેલું ટેન્કર લઇને ગુજરાત અમદાવાદ તરફનું લોકેશન આપ્યું હતું. પોલીસે ડ્ાઈવર સામે ગુનો નોંધ્યો.SS1MS