Western Times News

Gujarati News

વરસાદના એન્ટ્રી બાદ ટારગેટ બદલાયો, ભારત વિમેન્સનો પરાજય

લંડન, પ્રવાસી ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસમાં સારું ફોર્મ ધરાવતી હતી પરંતુ શનિવારે રમાયેલી બીજી વન-ડે ક્રિકેટમાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

આઠ વિકેટના આ વિજય સાથે ઇંગ્લેન્ડે ત્રણ મેચની સિરીઝનો સ્કોર ૧-૧થી સરભર કર્યાે હતો. આમ મંગળવારે રમાનારી ત્રીજી અને અંતિમ વન-ડે મેચ નિર્ણાયક બની ગઈ છે.

અહીંના લોડ્‌ર્ઝ ખાતે રમાયેલી મેચમાં વરસાદના વારંવારના વિÎન વચ્ચે મેચ ૫૦ને બદલે ૨૯-૨૯ ઓવરની કરી દેવાઈ હતી. જેમાં ભારત વિમેન્સે પ્રથમ બેટિંગ કરીને આઠ વિકેટે ૧૪૩ રન નોંધાવ્યા હતા.

ઇંગ્લેન્ડની ઇનિંગ્સ દરમિયાન ફરીથી વરસાદનું આગમન થતાં અંગ્રેજ ટીમનો ટારગેટ બદલાયો હતો અને તેને ૨૪ ઓવરમાં ૧૧૬ રનનો નવો ટારગેટ મળ્યો હતો જે ઇંગ્લેન્ડની ટીમે ૨૧ ઓવરમાં બે વિકેટના ભોગે વટાવી દીધો હતો.

મેચ જીતવા મૂળ ૧૪૪ રનના ટારગેટ સામે રમી રહેલી ઇંગ્લેન્ડ વિમેન્સ ટીમે પ્રારંભથી જ વરસાદને ધ્યાનમાં રાખીને ઝડપી બેટિંગ કરી હતી જે તેને આગળ જતાં ડકવર્થ એન્ડ લૂઇસ સિસ્ટમથી ટારગેટ બદલાયો ત્યારે કામ લાગી હતી.

ઇંગ્લેન્ડ વિમેન્સ માટે ઓપનર અને વિકેટકીપર એમી જોન્સે અણનમ ૪૬ રન ફટકાર્યા હતા. ૫૭ બોલમાં પાંચ ચોગ્ગા ફટકારનારી જોન્સને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી. તેના સિવાય ટેમ્મી બ્યુમોન્ટે ૨૫ બોલમાં ૨૪ અને કેપ્ટન નેટ સિવર-બ્રન્ટે અણનમ ૨૧ રન ફટકાર્યા હતા.

ભારત માટે સ્નેહ રાણા અને ક્રાંતિ ગૌડે એક એક વિકેટ લીધી હતી.અગાઉ ભારતીય વિમેન્સ ટીમની ઇનિંગ્સમાં ઓપનર સ્મૃતિ મંધાના અને ઓલરાઉન્ડર દિપ્તી શર્મા આકર્ષણનું કેન્દ્ર રહી હતી. અનુભવી ઓપનર મંધાનાએ ૫૧ બોલમાં પાંચ ચોગ્ગા સાથે ૪૨ રન ફટકાર્યા હતા તો સાતમા ક્રમે રમવા આવેલી દિપ્તી શર્માએ ૩૪ બોલમાં અણનમ ૩૦ રન ફટકાર્યા હતા.

ઇંગ્લેન્ડ માટે આ સિરીઝની સફળ બોલર સોફી એકેલસ્ટોને ૨૭ રનમાં ત્રણ વિકેટ લીધી હતી તો એમા આર્લાેટ અને લિન્સે સ્મિથે બે બે વિકેટ ઝડપી હતી.સિરીઝમાં બંને ટીમે એક એક મેચ જીતી છે ત્યારે ભારતના આ પ્રવાસની અને વર્તમાન સિરીઝની ત્રીજી વન-ડે નિર્ણાયક બની છે જે મંગળવારે ચેસ્ટર-લી-સ્ટ્રીટ ખાતે રમાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.