Western Times News

Gujarati News

BCCIના વિરોધ બાદ એશિયા કપનું આયોજન જોખમમાં આવી શકે

મુંબઈ, ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ) ૨૪મી જુલાઈએ બાંગ્લાદેશના ઢાકા ખાતે યોજાનારી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ની બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે.

એસીસીના પ્રમુખ મોહસિન નકવીનો ઢાકામાં બેઠક કરવાનો તથા પોતાની મનમાની કરવાના વિરોધમાં ભારતીય ક્રિકેટ બોર્ડે આ બેઠકમાં હાજર રહેવાનો ઇનકાર કરી દીધો છે. હવે મોહસિન નકવી બેઠકનું સ્થળ બદલે નહીં અને ભારતનો વિરોધ જારી રહે તો એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫નું આયોજન જોખમમાં મુકાઈ શકે તેવી દહેશત છે.

ભારતની યજમાનીમાં આ વર્ષે એશિયા કપનું આયોજન થવાનું છે.એસીસી વહેલાસર આ ટુર્નામેન્ટનો પ્રોગામ જાહેર કરી શકે છે અને આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બરમાં યોજાનારી છે.

૨૪મી જુલાઈએ એસીસીની ઢાકા ખાતે બેઠક યોજાવાની છે પરંતુ બાંગ્લાદેશમાં તાજેતરના સમયમાં વણસેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈએ આ બેઠકમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો છે.

બીસીસીઆઈ અને બાંગ્લાદેશે આંતરિક સહમતિ વ્યક્ત કરીને ઓગસ્ટમાં બંને દેશની ટીમ વચ્ચે રમાનારી લિમિટેડ ઓવર્સની સિરીઝ સ્થગિત કરી દીધી છે.

બંને દેશ વચ્ચેની વ્હાઇટબોલની સિરીઝ હવે ૨૦૨૬ના સપ્ટેમ્બરમાં રમાશે.સમગ્ર મામલા અંગે બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે એસીસી પ્રમુખ મોહસિન નકવી ભારત ઉપર કારણ વિનાનું દબાણ લાદવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બોર્ડે એસીસીને બેઠકનું સ્થળ બદલવાનો આગ્રહ કર્યાે છે પરંતુ હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી. બેઠકનું સ્થળ ઢાકાથી બદલીને અન્ય કોઈ દેશમાં કરવામાં આવશે તો જ એશિયા કપ સંભવ બની શકે છે.

જો મોહસિન નકવી તેમનું આ અડગ વલણ અપનાવીને ઢાકામાં જ બેઠક યોજશે તો બોર્ડ કોઈ પણ પ્રસ્તાવનો બહિષ્કાર કરશે. કેટલાક સમય અગાઉ એસીસીની શ્રીલંકામાં આગામી મહિને યોજાનારા વિમેન્સ ઇમ‹જગ એશિયા કપ તથા સપ્ટેમ્બરમાં રમાનારા મેન્સ એશિયા કપમાંથી ખસી જવાની બીસીસીઆઈએ જાહેરાત કરી હતી તેવા અહેવાલો પ્રસ્તુત થયા હતા પરંતુ બોર્ડના સેક્રેટરી દેવજિત સૈઇકિયાએ સ્પષ્ટતા કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.