કેન્સરની સર્જરી બાદ દીપિકાની વધી મુશ્કેલી

મુંબઈ, અભિનેત્રી દીપિકા કક્કર આજકાલ પોતાના અંગત જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. કારણ કે અભિનેત્રીને સ્ટેજ ૨ લીવર કેન્સર હતું અને થોડા દિવસો પહેલા તેમની સર્જરી થઈ હતી.
દીપિકા કક્કરની સારવાર હજુ પૂર્ણ થઈ નથી. હકીકતમાં કેન્સરની સારવાર એટલી સરળ નથી તે દર્દીને અંદરથી તોડી નાખે છે. દીપિકા પણ આ દિવસોમાં સમસ્યાઓનો સામનો કરી રહી છે. હાલમાં જ દીપિકાએ તેના વ્લોગમાં તેના સ્વાસ્થ્ય અપડેટ શેર કર્યા હતા જેમાં તેણે જણાવ્યું કે તે અને તેનો આખો પરિવાર આ મુશ્કેલ સમયમાં સકારાત્મક રહી રહ્યા છે.
અભિનેત્રીએ વ્લોગમાં ફેન્સને તેની કેટલીક કવિતાઓ સંભળાવી છે. આ પ્રેમથી ભરેલી કવિતાઓ સાથે તેણીએ એ પણ જણાવ્યું કે આ રોગે તેના શરીરને કેવી રીતે તોડી નાખ્યું છે.
કેટલાક દિવસો તે એટલી નબળાઈ અનુભવી રહી છે કે તે પથારીમાંથી ઉઠી પણ શકતી નથી.અભિનેત્રીને કેન્સરની સારવારને કારણે ના મોંમાં ઘણા બધા અલ્સર થઈ ગયા છે અને આ સમસ્યા એટલી વધી ગઈ છે કે તે યોગ્ય રીતે ખાઈ શકતી નથી અને તેના કારણે તે શરીરમાં નબળાઈ અનુભવી રહી છે.
દીપિકાએ પોતાના વીડિયોમાં એ પણ જણાવ્યું છે કે તે પહેલા વ્લોગ બનાવવાની નહોતી પરંતુ તેણે એવા સમયે વ્લોગિંગ શરૂ કર્યું હતું કે તે ફેન્સને કહી શકે કે તે શું અનુભવી રહી છે. જોકે, દીપિકા કક્કરના ફેન્સ તેના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે અને આ મુશ્કેલ સમયમાં તેને મજબૂત રહેવા કહ્યું છે.SS1MS