૧૬ કિલો વજન ઘટાડવાની વાત પર જેઠાલાલે આપ્યો ચોંકાવનારો જવાબ

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર સૌ કોઈને પસંદ આવે છે. જેઠાલાલના પાત્રમાં શાનદાર એક્ટિંગ દ્વારા દિલીપ જોશીએ વર્ષાે સુધી ચાહકોના દિલમાં રાજ કર્યું છે. આ સીરિયલ દ્વારા જ દિલીપ જોશી લાખો લોકોની પસંદ બની ગયા છે.
હાલમાં જ દિલીપ જોશીના વેટ લોસને ળઈને મીડિયામાં સમાચાર વાયરલ થયા હતા. તેમાં કહેવાયું હતું કે, દિલીપ જોશીએ થોડા જ દિવસોમાં ઘણો વજન ઘટાડી દીધો હતો અને તેઓ સ્લિમ ફીટ દેખાઈ રહ્યા છે.
એક પ્રોગ્રામમાં જ્યારે દિલીપ જોશી સામે આવ્યા તો પત્રકારોએ તેમને પૂછ્યું કે, વેટ લોસનું રહસ્ય શું છે? તેના પર દિલીપ જોશીએ જે જવાબ આપ્યો તે રીતસરનો ચોંકાવનારો જવાબ હતો.આ પ્રોગ્રામમાં દિલીપ જોશી મંચ પર આવ્યા અને ફોટોગ્રાફરોને પોઝ આપતા દેખાયા હતા. આ દરમ્યાન એક પત્રકારે પૂછ્યું સર, વેટ લોસનું રહસ્ય શું છે.
હવે બતાવી દો. તેના પર દિલીપ જોશીએ સ્પષ્ટ કહ્યું કે, વેટ લોસ ૧૯૯૨માં કર્યાે હતો ભાઈ. આ સોશિયલ મીડિયાવાળા કેવી રીતે ચલાવી દે છે. તે વાત પર પત્રકારોએ કહ્યું કે તમારા વેટ લોસના સમાચાર ટ્રેંડિંગમાં છે. ત્યાર બાદ થેંક્યુ કહીને દિલીપ જોશી તો નીકળી ગયા, પણ સોશિયલ મીડિયાના ટ્રેંડ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.SS1MS