કેનાલમાં ગાબડું પડતા 1000 વિઘા ખેતરોમાં પાણી ફરી વળતા નુકસાન

AI Image
સિંચાઈ વિભાગની બેદરકારીને લઈ પોતાને નુકસાની વેઠવાનો વારો આવ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ
(પ્રતિનિધિ) નડિયાદ, માતર તાલુકાના ખડીયારાપુરા ગામની સીમમાં પસાર થતી કેનાલમાં મસ મોટું ગાબડું પડતા કેનાલના ધસ મસતા પાણી નજીકમાં હજાર વીઘા જેટલા ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ખેતરમાં રોપણી કરેલ ડાંગરના પાકને મોટું નુકસાન પહોંચ્યું હોવાનું કહેવાય છે હાલ ગાબડાને જેસીબી મશીન થકી પૂરવાની કવાયત હાથ ધરવા માં આવી હોવાનું જાણવા મળ્યું છે
માતર તાલુકાના ખડીયારાપુરા ગામની સીમમાંથી મહી સિંચાઈ વિભાગની માઇનોર કેનાલ પસાર થાય છે છેલ્લા થોડા સમયથી આ માઇનોર કેનાલ વિવિધ સ્થળે ક્ષતિગ્રસ્ત બની હોવાનુ સ્થાનિક ખેડૂતો દ્વારા જણાવવાની સાથે આ અંગે સિંચાઈ વિભાગની સંબંધિત કચેરીને રજૂઆત કરી ક્ષતિગ્રસ્ત બનેલ કેનાલને સત્વરે મરામત કરવા માટે જણાવ્યું હતું.
જોકે અધિકારીઓ દ્વારા આ પ્રત્યે આંખ આડા કાન કરી ગામની સીમમાંથી પસાર થતી માઇનોર કેનાલ ની મારા મત કરાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ સ્થાનિક ખેડૂતો દ્વારા કરાઈ રહ્યો છે દરમિયાન જિલ્લા સિંચાઈ વિભાગ ની સંબંધિત કચેરી ના અધિકારીઓએ ગામના ખેડૂતોની રજૂઆતો કાને ન ધરી બેદરકારીને દાખવી ક્ષતિ ગ્રસ્ત થયેલ કેનાલની મરામત ન કરાવતા વહેલી સવારના સમયે ખડીયારાપુરા ગામની સીમમાંથી પસાર થતી મહી સિંચાઈ વિભાગની ક્ષતિગ્રસ્ત થયેલ કેનાલમાં એક સ્થળે મસ મોટું ગાબડું પડ્યું હતું
તે સાથે કેનાલના ધસ મસતા પાણી આજુબાજુમાં આવેલ ખેડૂતોની હજાર વિગા જેટલી જમીન પર ફરી વળ્યા હતા જેના પગલે ખેડૂતોએ મોટો ખર્ચ કરી મહા મહેનતે ખેતરોમાં રોપેલા ડાંગર નો પાક નષ્ટ થવાની સંભાવના ઊભી થતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો હોવાનું કહેવાય છે કેનાલમાં જે સ્થળે ગાબડું પડ્યું છે ત્યાં થી આગળ પાણીનો નિકાલ થાય તેવી કોઈ વ્યવસ્થા ન હોવાને લઈ આ સ્થિતિ સર્જાઈ હોવાનું ખેડૂતો દ્વારા જણાવાઈ રહ્યું છે
દરમિયાન મોટો ખર્ચ કરી પોતાના ખેતરોમાં મહા મહેનતે રોપેલ ડાંગર નો પાક કેનાલમાં ગાબડું પડતાં પાણી ફરી વળવાથી નષ્ટ થવાની ઊભી થયેલ વીટીના પગલે ખેડૂતો દ્વારા સરકાર એ આનો સત્વરે સર્વે કરાવી નુકસાની પેટે વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે દરમિયાન સિંચાઈ વિભાગની ટીમ જાણ ના પગલે ત્યાં દોડી આવી હતી અને તેઓ દ્વારા કેનાલ માં પાણી બંધ કરાવી જેસીબી મશીન થકી કેનાલમાં પડેલ ગામડાને પુરવાની કવાયત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.