સરપંચ પદે પત્ની અને ઉપસરપંચ પદે પતિ ચૂંટાઈ આવ્યા કણભઈપુરા ગ્રામ પંચાયતમાં

આણંદ, આણદ તાલુકાના કણભઈપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે પત્નિ પારૂલબેન વિનુભાઈ ઠાકોર અને ઉપસરપંચ પદે વિનુભાઈ એસ. ઠાકોર ચૂંટાઈ આવ્યા છે. તેમજ પેટલાદ તાલુકાના રંગાઈપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે પત્નિ અને ઉપ સરપંચ પદે પતિ ચૂંટાઈ આવ્યા છે.
આણંદ જિલ્લામાં આઝાદી બાદ બીજી વખત કોઈ ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ પદે પત્નિ પતિ ચૂંટાયા હોય તેવો પ્રસંગ બન્યો છે.
View this post on Instagram
અગાઉ વિરસદ ગ્રામ પંચાયતમાં પતિ પત્નિ ચૂંટાયા હતા. જેને લઈને ગામમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કણભઈ પુરાના વિનુભાઈ ઠાકોર અગાઉ કોંગ્રેસ જિલ્લા સમિતિ પ્રમુખ તરીકે રહી ચૂકયા છે. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. અત્યારે તેઓ જિલ્લા પ્રભારી તરીકે સેવા આપી રહ્યા છે.
પેટલાદ તાલુકાના રંગાઈપુરામાં મીનાબેન અરવિંદભાઈ પરમાર સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા જયારે વોર્ડમાં ચૂંટાયેલ અરવિંદભાઈ સનાભાઈ પરમાર જેઓ મહિલા સરપંચના પતિ થાય છે તેઓ ઉપસરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે.