Western Times News

Gujarati News

અમદાવાદ છારાનગરમાં રહેતા બે આરોપીએ ચેઈન સ્નેચીંગ કરવા નડિયાદ જતાં હતા અને ઝડપાયા

ચેઈન સ્નેચીંગના ગુનામાં સંડોવાયેલા બે રીઢા આરોપીઓ ઝડપાયા

(પ્રતિનિધિ) નડિયાદ, નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર. નં.૧૧૨૦૪૦ ૪૬૨૫૦૫૭૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૨૦૪ (૨) મુજબના કામે ફરિયાદી નાઓ ચાલતા પોતાના ઘરે જતા હતા

તે વખતે કોઇ અજાણ્યા મોટર સાયકલ ઉપર આવેલ બે ઇસમોએ મોટર સાયકલ ચાલકે ફરીયાદી પાસે મોટર સાયકલ લઇ આવી મોટર સાયકલની પાછળ બેઠેલ ઇસમે ફરીયાદીના ગળામાં પહેરેલ આશરે એક તોલા વજનનો સોનાનો દોરો કિ.રૂ. ૫૦,૦૦૦/- ની ચીલ ઝડપે આંચકી ખેંચી લઇ ગયેલાનુ ગુનો બનવા પામેલ ઉપરોકત ગુનાના કામે મહે. પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓએ સદરહુ ગુનો શોધી કાઢી તથા મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તથા બનેલ ગુનાના આરોપીઓને શોધી કાઢવા સારૂ સુચના આપેલ.

જેથી ઉપરોકત ગુનાની નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.બી.દેસાઇ નાઓએ ગંભીરતા દાખવી ગુનાની તપાસ શરૂઆતથી સર્વેલન્સ પો.સબ.ઇન્સ આર.એચ.દેસાઇ નાઓને સોપેલ. અને ગુનો ડીટેકટ કરવા જરૂરી સુચનાઓ આપેલ. જે સુચના આધારે સર્વેલન્સ પો.સબ.ઇન્સ આર.એચ.દેસાઇ નાઓ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ જરૂરી ટીમો બનાવી જરૂરી તપાસ કાર્યવાહી આરંભી હ્યુમન સોર્સ

તથા સી.સી.ટી.વી કેમેરાની મદદ લઇ આવી એમ.ઓ. ધરાવતા આરોપીઓની તપાસ આદરેલ દરમ્યાન આ.પો.કો દિવ્યરાજસિંહ , દશરથભાઇ નાઓને સંયુકત બાતમી હકિકત મળેલ છે કે “અમદાવાદ છારાનગરમાં રહેતા બે ઇસમો કે જેઓ કોઇ વૃધ્ધ ઇસમો રસ્તે જતા આવતા હોય તો તેઓના દર દાગીના આંચકી લઇ મોટર સાયકલ ઉપર ભાગી જવાના ગુના કરવાવાળા છે.

અને તેઓ એક નંબર વગરની હોન્ડા કંપનીની યુનીકોન મોટર સાયકલ લઇ નડીયાદ શહેરમાંથી નીકળનાર છે.

જે બાતમી હકિકત આધારે અમદાવાદ છારાનગરમાં રહેતા બે ઇસમોને મોટર સાયકલ સાથે રોકી તેઓની પાસેથી ફરીયાદીની સોનાની ચેનઇ મળી આવતા જે ગુનાના કામે કબજે કરેલ અને આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રીમાન્ડ મેળવવા તજવીજ કરેલ છે.

પકડાયેલ આરોપીઓ (૧) જુગનુ ઉર્ફે જીગ્નેશ દિનેશભાઈ ઘાંસી ઉવ/૪૫ રહેવાસી ગરીબદાસની ચાલી છારાનગર કુબેરનગર અમદાવાદ શહેર (૨) રાકેશભાઇ ઉર્ફે મુસીયો બંસીભાઈ બંગાલી ઉવ/પ૦ રહે. સીંગલચાલ કુબેરનગર રોડ અમદાવાદ

આરોપી પાસેથી રીકવર થયેલ મુદ્દામાલની વિગતઃ- (૧) સોનાની ચેઇન (૨) હોન્ડા કંપનીનુ યુનીકોર્ન મોટર સાયકલ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.