એર ઈન્ડિયાના પ્લેનની ફ્યુઅલ સ્વિચમાં કોઇ ખામી નથીઃ તપાસ પૂર્ણ

File Photo
બોઇંગ ૭૮૭ અને ૭૩૭ની ફ્યુઅલ સ્વિચની તપાસ પૂર્ણ
અમદાવાદ, અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એરલાઇન્સ કંપનીઓ સતર્ક થઇ ગઇ છે. એર ક્રાફ્ટની તપાસને લઇને વધુ ગંભીર થઇ ગઇ છે ત્યારે હવે એર ઇન્ડિયામાં રહેલા તમામ બોઇંગ ૭૮૭ અને બોઇંગ ૭૩૭ એર ક્રાફ્ટની ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની લોકિંગ સિસ્ટમની તપાસ પુરી કરી લીધી છે.
તેમણે કહ્યું કે ફ્યુઅલ કંટ્રોલ સ્વિચમાં કોઇ પ્રકારની ખામી મળી નથી. મહત્વનું છે કે ડીજીસીએ સુરક્ષાને ધ્યાને રાખીને તપાસના નિર્દેશ આપ્યા હતા જે મુજબ એરલાઇન્સ દ્વારા તપાસ કરવામાં આવી. આ સાથે જ એર ઇન્ડિયાએ શું કહ્યું તે વિશે જાણીએ.
એર ઇન્ડિયાએ કહ્યું કે એર ઇન્ડિયાએ પોતાના તમામ બોઇંગ ૭૮૭ અને બોઇંગ ૭૩૭ વિમાનની ફ્યુઅલ સ્વિચની લોકિંગ સિસ્ટમની તપાસ પૂર્ણ કરી લીધી છે. જેમાં કોઇ ખામી મળી નથી. આ નિરીક્ષણ અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ બાદ કરવામાં આવ્યું હતં જેમાં પ્લેનમાં સવાર ૨૪૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
અમદાવાદ અકસ્માત અને ૧૪ જુલાઈના રોજ જાહેર કરાયેલ ડીજીસીએ ના નિર્દેશ પછી, એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે તાત્કાલિક નિરીક્ષણ શરૂ કર્યું હતું. આ નિરીક્ષણો ૧૨ જુલાઈના રોજ શરૂ થયા હતા અને નિયમનકાર દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યા હતા.
એર એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના પ્રારંભિક અહેવાલમાં જાણવા મળ્યું છે કે વિમાનના એન્જિન ટેકઓફ પછી થોડીક સેકન્ડોમાં બંધ થઈ ગયા હતા કારણ કે ઇંધણ પુરવઠો ખોવાઈ ગયો હતો, જે ફ્યુઅલ સ્વિચ અચાનક ‘રન’ થી ‘કટઓફ’ તરફ જવાને કારણે થયું હતું. આનાથી એન્જિન ફ્યુઅલ કટ-ઓફ સ્વીચની કામગીરી અંગે ફરીથી ચિંતાઓ ઉભી થઈ છે.
કંપનીએ એમ પણ કહ્યું કે જે બોઇંગ ૭૩૭ વિમાનનું નિરીક્ષણ કરવામાં આવ્યુ તે એર ઇન્ડિયા એક્સપ્રેસનો ભાગ છે. હવે નિરીક્ષણ પૂર્ણ થયાની સાથે એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે તેની જાણ ડીજીસીએને કરી દીધી છે.
સુરક્ષા નિર્દેશોનું પાલન કર્યુ છે. હવે એર ઇન્ડિયાની સાથે સાથે વૈશ્વિક સ્તરની મોટી એરલાઇન્સ જેની એમિરેટ્સ સહિતના એર લાઇન્સ પોતાના બોઇંગ વિમાનની તપાસ કરી રહી છે.