નવા ક્લેવર અને સુવિધાની સાથે એસટી સેવામાં રહેશે
૪૫ કરોડના ખર્ચથી બની રહેલા બસ ટર્મિનલની મુલાકાત લઇ ઝીણવટભરી માહિતી મુખ્યપ્રધાન રૂપાણીએ મેળવી
અમદાવાદ, રાજકોટ ખાતેના જુના બસ ટર્મિનલ તથા ડેપો અને વર્કશોપ ખાતે હાલ પીપીપી ધોરણે ૪૫.૨૩ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલ નવા આઇકોનીક બસ ટર્મિનલ તથા અદ્યતન ડેપો/વર્કશોપની ચાલીરહેલી કામગીરીની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુલાકાત લીધી અને કામગીરીની ઝીણવટભરી સમિક્ષાકરી હતી. આ કામગીરીની ઝીણવટભરી સમિક્ષા કર્યા બાદ આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજકોટ વિકાસની દિશામાં સતત આગળ વધી રહ્યું છે ત્યારે રાજકોટને નવું આઇકોનીક બસ પોર્ટ ટુંક સમયમાં મળી રહેશે. નવા ક્લેવર અને ફ્લેવરની અદ્યતન સુવિધા સાથે એસટી લોકોની સેવામાં રજુ થશે. જેમાં વિદેશમાં મળતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે.
રાજકોટ તેના જુના બસ ટર્મિનલ તથા ડેપો અને વર્કશોપની જગ્યામાં ડીઝાઇન, બિલ્ટ, ફાઇનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર મોડલ હેઠળ નિમાર્ણ થઇ રહ્યું છે.રાજકોટના બસ સ્ટેન્ડમાં દરરોજ ૨૦૦૦થી વધુ બસોની ફ્રિકવન્સી છે અને ૮૦,૦૦૦ જેટલા મુસાફરોનું પરીવહન થાય છે. આ આધુનિક બસ ટર્મિનલ કુલ ૧૧૫૮૯.૩૧ ચો.મીમાં તૈયાર થઇ રહેલ છે. જેનો બિલ્ટ અપ એરીયા ૫૧૯૨૭.૭૨ ચો.મી. તથા એફએસઆઇ બીલ્ટ અપ એરીયા ૨૨૯૪૫.૮૫ ચો.મી. છે. આ ઉપરાંત, અમદાવાદ, બરોડા, સુરત, બાદ રાજકોટ, મહેસાણા, પાલનપુર, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં નવા બસપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે.
આ પ્રસંગે સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્યઓ અરવિંદ રૈયાણી, ગોવિંદ પટેલ, લાખા સાગઠીયા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ, અંજલી રૂપાણી, મેયર બીના આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કલેશ મીરાણી, ભાજપ પ્રવકતા રાજુભાઇ ધૃવ, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, મ્યુની કમિ. બંછાનીધિ પાની, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, એસટી વિભાગીય નિયામક જેઠવા અને અન્ય અધિકારીઓ, બાંધકામ એજન્સીના પ્રતિનિધીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.