જીએનજી ઇલેક્ટ્રોનિક્સે 14 એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 138.13 કરોડ એકત્રિત કર્યા

- જીએનજી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 225થી રૂ. 237ના ભાવે પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે
- બિડ/ઓફર ખુલવાની તારીખ બુધવાર, 23 જુલાઇ, 2025 છે અને બિડ/ઓફર બંધ થવાની તારીખ શુક્રવાર, 25 જુલાઇ, 2025 છે
- બિડ્સ લઘુતમ 63 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 63 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે
લિંક: https://www.bseindia.com/markets/MarketInfo/DispNewNoticesCirculars.aspx?page=20250722-49
જીએનજી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડે કંપનીના સૂચિત આઈપીઓ પૂર્વે ઇક્વિટી શેર દીઠ રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 237 (ઇક્વિટી શેર દીઠ રૂ. 235ના પ્રીમિયમ સહિત)ના પ્રાઇઝ બેન્ડના અપર એન્ડ પર 14 એન્કર ઇન્વેસ્ટર્સને 58,28,290 ઇક્વિટી શેર્સ ફાળવીને રૂ. 138.13 કરોડ એકત્રિત કર્યા છે.
ઇન્વેસ્ટર્સમાં ગોલ્ડમેન સાક્સ, મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ, મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડ, એડલવાઇઝ મ્યુચ્યુઅલ ફંડ, બોયન્ટ ઓપોર્ચ્યુનિટીઝ સ્ટ્રેટેજી તથા આશિષ કચોલિયાની બેંગાલ ફાઇનાન્સ, મધુસૂનદ કેલાની ફાઉન્ડર ક્રિએટિવ ફંડ અને મિન્ટ ફોકસ્ડ ગ્રોથ ફંડ જેવા ટોચના રોકાણકારોનો સમાવેશ થાય છે.
એન્કર ઇન્વેસ્ટર્સને 58,28,290 ઇક્વિટી શેર્સની કુલ ફાળવણી પૈકી 22,96,104 ઇક્વિટી શેર્સ (એટલે કે એન્કર ઇન્વેસ્ટર્સને કુલ ફાળવણીના 39.40 ટકા) કુલ 4 સ્કીમ્સ થકી 3 સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવવામાં આવ્યા હતા.
કુલ ઓફરમાં રૂ. 400 કરોડના મૂલ્યના પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના 25,50,000 ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે જેમાં આટલા મિલિયન સુધીના મૂલ્યના શરદ ખંડેલવાલ દ્વારા 35,000 સુધીના ઇક્વિટી શેર્સ, આટલા મિલિયન સુધીના મૂલ્યના વિધિ શરદ ખંડેલવાલ દ્વારા 35,000 સુધીના, એમીએબલ ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 24,80,000 સુધીના તથા વેચાણકર્તા શેરધારકો દ્વારા ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો (“offer for sale”) સમાવેશ થાય છે. ઓફરમાં અમારી કંપનીની ઓફર પછીની પેઇડ અપ ઇક્વિટી શેર કેપિટલના () ટકાનો સમાવેશ થશે.
કંપની તેના દ્વારા અને મટિરિયલ સબસિડિયરી કંપની ઇલેક્ટ્રોનિક્સ બાઝાર એફઝેડસી દ્વારા લેવાયેલા ચોક્કસ બાકી ઋણની સંપૂર્ણ અથવા અંશતઃ હિસ્સાની સંપૂર્ણ કે આંશિક ચૂકવણી અને/અથવા પૂર્વચૂકવણી માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે નેટ ઇશ્યૂમાંથી મળનારી આવકનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.
મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીઝ લિમિટેડ (જે અગાઉ આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી હતી) તથા જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.