Western Times News

Gujarati News

ગુજરાતમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

શ્રાવણ મહિનાની શરુઆત સાથે મેઘરાજા ગુજરાત પર પ્રસન્ન થશે

(એજન્સી)અમદાવાદ, ગુજરાતના હવામાનની ૭ દિવસની આગાહી કરવામાં આવી છે જેમાં વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આગામી ૫ દિવસ દરમિયાન ભારે વરસાદ રહેવાની શક્્યતાઓ પણ કેટલાક ભાગો માટે વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એકે દાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત રિજન (સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના ભાગ)માં ૫ દિવસ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેમાં ૨૭ અને ૨૮મી જુલાઈએ અતિભારે વરસાદની સંભાવનાઓ છે. આજના દિવસે એટલે કે ૨૫મી જુલાઈએ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવનાઓ છે.

ભારે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા-ભડાકા થવાની શક્્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના માછીમારોને ૫ દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, તેમાં ૨૬મી તારીખે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા અને નગર હવેલી તથા અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે.

૨૭ અને ૨૮ જુલાઈ દરમિયાન રાજ્યના પૂર્વના ભાગોમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. જેમાં ૨૭મી જુન માટે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા તથા ૨૮મી જુલાઈ માટે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

અમદાવાદ તથા આસપાસના ભાગોમાં હળવા વરસાદની શક્્યતાઓ છે. હાલ દેશમાં ચોમાસાની સ્થિતિ અંગે વાત કરીને એકે દાસે જણાવ્યું કે, એક વરસાદી સિસ્ટમ પશ્ચિમ બંગાળથી બંગાળની ખાડી તરફ બનેલી છે, જે આગામી સમયમાં પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. આ સિવાય એક ટ્રફ લાઈન ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી પસાર થઈ રહી છે જ્યારે ઉત્તર છત્તિસગઢ પર સાઈક્લોનિક સર્ક્‌યુલેશન છે. ઓફશોર ટ્રફ મહારાષ્ટ્ર અને કેરળની દરિયાઈ પટ્ટી પરથી પસાર થઈ રહ્યો છે.

હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે માછીમારોને પણ ચેતવણી આપી છે. જેમાં એકે દાસે જણાવ્યું છે કે, આગામી ૫ દિવસ, ૨૫થી ૨૯ જુલાઈ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી છે, આ દરમિયાન દરિયો તોફાની રહેશે, જે દરમિયાન પવનની ગતિ ૪૫-૫૦ કિલોમીટર પ્રતિકલાકની રહી શકે છે, આ સાથે ઝાટકાના પવનની ગતિ ૬૫ કિલોમીટર પ્રતિકલાક સુધી જઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.