Western Times News

Gujarati News

નવસારીમાં સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ: DGVCLની ટીમે પરત ફરવું પડ્યું

પ્રતિકાત્મક

સ્માર્ટ મીટર લગાવવા માટે DGVCLની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે કામધેનુ પાર્કમાં પહોંચી હતી

નવસારી, સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા સ્માર્ટ મીટરના વિરોધનો સૂર નવસારી સુધી પહોંચ્યો હતો. નવસારીના શાંતાદેવી રોડ પર આવેલા કામધેનુ પાર્ક વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા માટે પહોંચ્યા હતા.

જ્યાં સ્થાનિકો દ્વારા સ્માર્ટ મીટર ન લગાવવા બાબતે વિરોધ કર્યો હતો. સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી ડીજીવીસીએલની ટીમને રહિશોનો ભારે આક્રોશ સહન કરવો પડ્યો હતો. સ્માર્ટ મીટરનો વિરોધ થતા ડીજીવીસીએલની ટીમને પીછેહઠ કરવી પડી હતી.

સ્માર્ટ મીટર લગાવવા માટે ડીજીવીસીએલની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે કામધેનુ પાર્કમાં પહોંચી હતી. જ્યાં સ્માર્ટ મીટર ન લગાવવા મુદ્દે રહિશોએ હોબાળો મચાવીને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો. ભારે માત્રામાં સ્થાનિકોની ભીડ ત્યાં એકઠી થઈ હતી.

સ્થાનિકોએ ‘સ્માર્ટ મીટર ફેંકી દો’ ના નારા લગાવીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. રહિશોનો આક્રોશ જોતા ડીજીવીસીએલની ટીમને સ્માર્ટ મીટર લગાવ્યા વગર જ ત્યાંથી પરત ફરવું પડ્યું હતું.સ્થાનિકો દ્વારા ઉઠતી ફરિયાદો

જેવીકે અનિયમિત બિલિંગ, બિલમાં અચાનક વધારો પારદર્શિતાનો અભાવના કારણે ગ્રાહકો દ્વારા આ સ્માર્ટ મીટરોનો વિરોધ કરવામાં આવ્યો હતો. તથા આ વિરોધથી સ્પષ્ટ પણે સાબિત થાય છે કે લોકોને હજુ પણ સ્માર્ટ મીટર મુદ્દે ભારે નારાજગી રહેલી છે. માટે જ ડીજીવીસીએલના કર્મચારીઓને પરત ફરવાનો વારો આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.