Western Times News

Gujarati News

કોઇ પણ માનવીય બેદરકારીના કારણે માનવ જિંદગી જોખમાય નહિ એ મુખ્યમંત્રીની પ્રાથમિકતા

મહેસૂલી પ્રશ્નોની સમીક્ષા માટે ગાંધીનગર ખાતે યોજાઇ કલેકટર કોન્ફરન્સ

Ø  વિવિધ મહેસૂલી પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા કરીને પ્રજાલક્ષી નિર્ણયોને અગ્રતા – અગ્ર સચિવ ડો. જયંતી રવિ

Ø  બ્રિજના ફાઉન્ડેશન એરિયામાં ગેરકાયદે માઇનિંગ અટકાવવા કડકમાં કડક પગલાં લેવા લેવાશે

ગાંધીનગર, રાજ્યના મૃદુ-મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના દિશા નિર્દેશ અને વડપણ હેઠળ મહેસૂલ વિભાગ દ્વારા પ્રજાભિમુખ વહીવટ અને પ્રક્રિયાઓના સરળીકરણના ભાગરુપે મહેસૂલી કામગીરીની સમીક્ષા માટે આજે રાજયના કલેકટરશ્રીઓની કલેકટર કોન્ફરન્સ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. જયંતી રવિના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાઇ હતી. જેમાં રાજયના અગત્યના પ્રજાલક્ષી મહેસૂલી પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

 ડો. રવિએ કુદરતી આપદા સમયે મહેસૂલી અધિકારીઓની ઝડપી કામગીરીની સરાહના કરીને મહેસૂલી તંત્ર દ્વારા સુચારુ ઢબે સંકલન કરીને પ્રજાકીય પ્રશ્નો અને સમસ્યાઓ પરત્વે સંવેદના દાખવી આ કેસો અંગે ઝડપથી જરુરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

 મહેસૂલ વિભાગ અને ખાતાના વડાની કચેરીઓના નામ. હાઇકોર્ટમાં પડતર કોર્ટ કેસો સંદર્ભે રાજયની કલેકટર કચેરીઓમાં પડતર ૨૯,૦૦૦ થી વધુ કેસો મળીને કુલ ૩૭,૦૦૦ જેટલા કેસોનો જિલ્લા-વાર રીવ્યુ કરીને તેના ઝડપી નિકાલ માટે એકશન પ્લાન બનાવીને આ કેસોનો નિકાલ કરવા ડો. જયંતી રવિએ સૂચના આપી હતી. તેમજ આ અંગે નામ. હાઇકોર્ટના સિનિયર લૉ ઓફિસર્સ અને જિલ્લાઓના કાયદા અધિકારી  સાથે એક બેઠક યોજીને આ અંગેનો વિસ્તૃત રોડ મેપ બનાવવા અંગે પણ ડો. જયંતી રવિએ નિર્દેશ આપ્યો હતો.

 ડૉ. રવિએ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા તંત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને રી-સર્વેની કામગીરીમહેસૂલી ઠરાવો અને પરિપત્રોની સમીક્ષા કરીને વિષય-વાર એક સંકલિત ઠરાવ બનાવવાની તેમજ મેન્યુઅલ તૈયાર કરવાની કામગીરીસંપાદનના પ્રશ્નો માટે એક ટાસ્ક ફોર્સ બનાવવાની કામગીરી, iORAમાં દફતરે થતી અરજીઓ, RTLOC (Revenue Title and Land Occupancy Certificate) અંગેની કામગીરી કરવા માટે સુચન કર્યું હતું.  મહેસૂલી તાલીમ સંસ્થા DISRAને સુદ્રઢ કરીને મહેસૂલી કર્મીઓને સતત તાલીમઇ-ધરાનું ઓડિટ વગેરે કામગીરીનો પણ કોન્ફરન્સમાં રીવ્યુ કરવામાં આવ્યો હતો.

 ડો. રવી જયંતિએ પી.એમ. પોષણ યોજના હેઠળના સેંટ્રલાઇઝડ કિચન માટે જમીન ફાળવણીરેડ ક્રોસ માટે જમીન ફાળવણી વગેરેની પણ સમીક્ષા કરી હતી અને જમીન ફાળવણીની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સુચના આપી હતી.

 ડૉ. જ્યંતી રવિએ જણાવ્યું હતું કે ઇ-ગવર્નંસના માધ્યમથી  જિલ્લાકક્ષાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવેપ્રજાલક્ષી નિર્ણયોની સરળતાથી અમલવારી થઇ શકે તેમજ મહેસૂલી કામગીરીમાં પારદર્શિતા આવે તે હેતુસર મહેસૂલ વિભાગ દ્વારા સમયાંતરે યોજાતી કલેકટર / નિવાસી અધિક કલેકટરશ્રીની આવી વી.સી. કોન્ફરન્સીસ એક નિર્ણાયક અને મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યું છે.

 કોન્ફરન્સમાં મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી અવંતિકા સિંઘડૉ. વિક્રાંત પાંડે અને શ્રી અતુલ ગોર દ્વારા પણ કલેકટરશ્રીઓને જરુરી સુચનો કરવામાં આવ્યા હતા. જેમાં રાજયના વિવિધ વિભાગો હસ્તકના મકાનો અને સરકારી ઇમારતોઇન્ફ્રાસ્ટ્રકચરલ સુવિધા જેવી કે રોડડેમબ્રીજકેનાલ. બેરેજસરકારી હોસ્પિટલોશાળાઓઆંગણવાડીઓ વગેરેનું નિરીક્ષણ કરીને પબ્લિક સેફ્ટીની સુનિશ્ચિતતા કરીને રાજયમાં એક પણ જાનહાનિ થાય નહિ તે અંગે મુખ્યમંત્રીશ્રીની સુચના મુજબ અગ્ર સચિવશ્રી અવંતિકા સિંઘે કલેકટરશ્રીઓને સુચના આપી હતી.

 શ્રીમતી અવંતિકા સિંઘે આ બાબતે જણાવ્યું હતું કે તલાટી સહિત તમામ મહેસૂલી અધિકારીઓના માધ્યમથી આ બાબતે જરુરી તકેદારી રાખવા અને રોપ-વેબોટિંગમેળા વગેરે જેવી પ્રવૃત્તિઓ અંગે જરુરી પ્રમાણપત્રો અને મંજુરીઓની ચકાસણી કરવા જરુરી સંકલન અને સુપરવિઝન કરવા જિલ્લાના વડા તરીકે  કલેકટશ્રીઓને અનુરોધ કર્યો હતો. તેમજ બ્રીજના ફાઉન્ડેશન એરિયામાં ગેરકાયદે માઇનિંગ અટકાવવા કડકમાં કડક પગલાં લેવા પણ સુચનાઓ આપવામાં આવી હતી.

 કલેકટર કોન્ફરન્સમાં iORA પોર્ટલ ઉપરની વિવિધ અરજીઓની પેડેન્સીનો રીવ્યુ કરીને તેનો સમયમર્યાદામાં નિકાલખેડૂત ખરાઇના નિકાલ થયેલ કેસોનવી શરતમાંથી જૂની શરતમાં ફેરવેલ સર્વે નંબરના કેસો વગેરે અંગે થયેલ કામગીરી, iRCMS – રેવન્યુ કેસના પોર્ટલ ઉપર પડતર કેસો અને ઠરાવ પર લીધેલા કેસોવગેરેની ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા મહેસૂલી તપાસણી કમિશનર શ્રી  રાજેશ માંજુએ પણ સૂચના આપી હતી.

 કોન્ફરન્સમાંજમીન સુધારણા કમિશનર શ્રી ભાવિન પંડયાએ વિભાગીય કામગીરીનો રીવ્યુ કરીને પડતર વિજિલન્સ રેફરન્સીસએમ.એલ.એ / એમ.પી. કેસોપી.જી. પોર્ટલ કેસોની સમીક્ષા કરીને આ કામગીરી અંગે ટાઇમ લાઇન નક્કી કરીને તેનો ઝડપથી નિકાલ કરવા સૂચના આપી હતી.  આ ઉપરાંત મહેસૂલી ભવનોસરકારી જમીન ફાળવણી અને બજેટના કામોની પણ સમીક્ષા કરી કામગીરીમાં ઝડપ લાવવા સૂચના આપી હતી.

નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવાના કેસોમાં પટની રકમ ભરવાની બાકી હોય એવા કેસોશરતભંગના કેસોએરિયા ડેવલપમેંટ અને SEZ જેવી ઓથોરિટી બાબતે સ્પષ્ટતા કરીને આ અંગે કલેકટરશ્રીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 જીઓલોજી અને માઇનિંગ કમિશનરશ્રી ધવલ પટેલ દ્વારા જાહેર હરાજીથી મિનરલ્સ બ્લોકની ફાળવણી બાદની કાર્યવાહી ઝડપી કરવા જરુરી સહયોગ આપવા કલેકટરશ્રીઓને સુચના આપવામાં આવી હતી. 

 આયોજન પ્રભાગ સચિવ શ્રીમતી આદ્રા અગ્રવાલ  દ્વારા MPLADS હેઠળ સુચવેલ કામોને ઝડપી મંજુરીઓ આપવા અને મંજુર થયેલ કામોમાં ઝડપ કરીને ચુકવણું કરવા માટે જરુરી સુચનાઓ કલેકટરશ્રીઓને આપવામાં આવી હતી. રોડ સેફટી કમિશનર શ્રી સતીશ પટેલે પણ રોડ સેફટી અંગે જરુરી તકેદારી રાખવા કલેકટરશ્રીઓને જરુરી સુચનો કર્યા હતા.

 વિકાસ કમિશનર શ્રી કચેરી દ્વારા ગૌચર પરના દબાણો અંગે તેમજ જૂના ગામતળ દબાણો દૂર કરવા સંબંધે તેમજ નવા ગામતળ નીમ કરવાની ઝૂંબેશ અંગેની કામગીરી અંગે કલેકટરશ્રીઓને સુચના આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.